અલ્પેશ કથીરીયા, ગોપાલ ઈટાલીયા ઘર સંભાળે – અશ્વિન સાવલીયા
સમાજના સારા કામને બિરદાવવાની પણ હિમત હોવી જોઈએ..
દિલીપભાઈની પ્રતિષ્ઠાને નૂકશાન એટલે આપણા સમાજને પણ નૂકશાન
માનનિય શ્રી દિલીપભાઈ સંઘાણી ઉપર જે પાયા વિહોણા આક્ષેપો કરવામા આવ્યા છે જેના સમર્થનમાં પાસનો કન્વિનર અલ્પેશભાઈ કથીરીયા તેમજ ગોપાલ ઈટાલીયા દ્રારા સાચી વાત સમજયા વગર જે બકવાસ કરેલ છે તેને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છુ.
માન.શ્રી દિલીપભાઈ સંઘાણી દ્રારા સમાજને અને અન્ય તમામ સમાજોને જે મદદ કરી ઉપયોગી થયા છે તે બાબતો સમાજતો સારી રીતે જાણે જ છે પરંતુ ” આપ” ને પણ પ્રેસના માધ્યમથી જણાવુ છું.
શ્રી દિલીપભાઈ સંઘાણી વિદ્યાર્થીકાળથી સ્કૂલ–કોલેજોમાં ચાલતી ભયંકર અસામાજીક પ્રવૃતિઓને જીવના જોખમે ખદેડીને સમાજને સુરક્ષા કવચ પુરૂ પાડવાનું કામ કરેલ અને યુવા ટીમના માધ્યમથી સામાજીક કાર્યસાથે રાજકીય ક્ષેત્રે આગળ વધ્યા છે. ત્યારે બાદ રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીના જી.પ.સદસ્ય–૩ વખત, ધારાસભ્ય તરીકે ચુંટાયા અને –ર વખત મંત્રી બન્યા , ચાર ટર્મ લોકસભામા ચુટાયા ત્યાર બાદ સહકારી પ્રવૃતિના માધ્યમથી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ૧૯૯પ થી ચેરમેન તરીકેની ફરજ બજાવે છે. ત્યાર બાદ ર૦૧૭ થી ગુજકોમાસોલના ચેરમેન તરીકે ની ફરજ બજાવે છે. સને.ર૦૧૬ થી ર૦૧૯ નાફેડમા વાઈસ ચેરમેન હતા ત્યાર બાદ ર૦૧પ થી ર૦ર૦ નાસ્કોબના ચેરમેન રહયા ત્યાર બાદ ઈફકોમાં ર૦૧૯ થી વા.ચેરમેન અને હાલ તેઓ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા એવી ઈફકોનાં ચેરમેનનું પદ શોભાવી રહયા છે તેમજ ભારતીય રાષ્ટ્રીય સહકારી સંધના પણ પ્રમુખ તરીકે કાયઁરત છે જે તેઓની ખેડૂતો – પશુપાલકો અને તમામ સમાજનાં હિત સાથે કામ કરવાની આવડત અને કૂનેહના કારણે આ પદો પર સ્થાન પ્રાપ્ત કરેલ છે. માન.શ્રી દિલીપભાઈ સંઘાણી એ એવુ વ્યકિતત્વ છે જે કોઈપણ ચમરબંધીથી ડરયા વગર હંમેશા ચેલેંજ ઉપાડી લોકહિતનું કાર્ય કરે છે. નહિ કે તેમા પોતાનો કોઈ સ્વાર્થ હોય જેના અસંખ્ય દાખલાઓ છે જેઓએ ૧૯૮ર ના વાવાઝડામા ભયંકર પુર આવેલ ત્યારે સાવરકુંડલા તાલુકાનું સાવર શેઢડા લીલીયા ગામ વિખુટુ પડી ગયેલ ત્યારે સરકારી તંત્ર પણ જવા તૈયાર ન હતુ તેવા સંજોગોએ દિલીપભાઈ પોતાના જીવની પરવા કર્યા વગર પાણીના ભયંકર વેણમાં
તરીને ત્યાના લોકોને આશ્વાસન આપી જરૂરી તમામ મદદ કરેલ. તેમજ ૧૯૭૬–૭૭ માં બાબરા તાલુકાના ભીલા – ભીલડી ગામે ચતુરભાઈ દેસાઈ ઉપર અસામાજીક તત્વો દ્રારા ૪૦ જેટલા છરીઓના ઘા મારી હત્યા કરવામાં આવેલ તેવા સમયે સમાજના, ગામના કે સગાવાલા કોઈપણ તેનુ ડેડ બોડી લેવા તૈયાર નહોતુ ત્યારે દિલીપભાઈ સંઘાણી પોતે હિંમતપૂર્વક તે ડેડ બોડીને લઈને ગામમાં જઈ અંતિમ સંસ્કાર અપાવી તેઓએ સધિયારો પુરો પાડેલ. સને.૧૯૮૧/૮ર માં લાઠી તાલુકાની જી.પં.ની ચૂંટણી હતી તેમા જે ઉમેદવાર જીત્યા હતા તે વિજેતા ઉમેદવારની કલેકટર રૂબરૂ હત્યા કરવામા આવેલ અને તે હરિફ અસામાજીક ઉમેદવારે ચેલેન્જ આપેલ કે હવે કોણ ઉમેદવારી કરે છે. ત્યારે તેની સામે સમાજને રક્ષણ આપવા માટે તે સમયે તે પેટા ચુંટણીમા દિલીપભાઈ તેમના મીત્ર કાંતિભાઈ સોરઠીયાને ચુંટણી લડાવીને જીતાડયા હતા. તેમજ જયારે બગસરા તાલુકાના શિલાણા ગામે પાંચ..પાંચ લોકોની હત્યાકાંડ કર્યો ત્યારે પણ કોઈ તે લાશો ને લઈ જવા કરાવી અને સમાજના લોકોને હિંમત અને બળ પુરૂપાડી તમામ મદદ કરેલ તેમજ ધારગણીમાં પણ જયારે અસામાજીક તત્વો દ્રારા હુમલાની તૈયારી કરવા આવેલ તે સમયે ત્યાના સમાજના આગેવાન હિંમતભાઈ એ દિલીપભાઈને જાણ કરીને તુરંત એક પળના વિલંબ વગર તાત્કાલીક સ્થળ ઉપર પહોચીને સમાજને રક્ષણ આપવાના અનેક કિસ્સાઓ છે. પરંતુ દિલીપભાઈ વિકાસ માટે શુ કર્યુ તે અંગે જણાવુ છુ કે,
• સરકારશ્રીમાં પ્રથમ વખત રાજય કક્ષાના મંત્રી બન્યા ત્યારે સૌથી વધુ ગ્રામ્ય રસ્તાઓના કામો મંજુર કરવામા આવેલ જે રેકર્ડથી ખાત્રી કરી શકો છો
• સને.ર૦૦૭ મા રાજય સરકારમાં કેબીનેટ મંત્રી બન્યા પછી અમરેલીમા પાંચ..પાંચ..ગ્રાન્ટેડ કોલેજ મંજુર કરી કાર્યરત કરેલ છે. (૧) ડેરી સાયન્સ કોલેજ (ર) એગ્રીકલ્ચર કોલેજ (૩) ફીઝીયો થેરાપી કોલેજ (૪) હોમ સાયન્સ કોલેજ અમરેલીને આપવામા આવેલ છે.
• ૧૦૮ વર્ષ જુની પટેલ વિદ્યાર્થી આશ્રમ સમાજની સંસ્થાના ચેરમેન છે અને આ સંસ્થાને અમરેલીના હૃદયમા આવેલી મ્યુનિસીપલ ગલ્સ હાઈસ્કૂલ સમાજની સંસ્થાને સરકારશ્રી માંથી કાયમી ધોરણે અપાવેલ છે.
• સમાજના ૧૦૮ વર્ષ જુની સંસ્થાના પ્રમુખ તરીકે આ સંસ્થામા જે કોઈ ગરિબ દિકરા–દિકરી ફી ભરી શકે તેમ ન હોય તેને મફત ભણાવવાનું કામ કરે છે તેમજ જયારે અન્ય સંસ્થાઓ માંથી ઘણી ઉચ્ચી ફી લેવામા આવે છે ત્યારે આ સંસ્થામાં સાવ નજીવી ફી લઈને સમાજના દિકરા–દિકરીઓને ભણાવવામા આવે છે.
• સમાજની સંસ્થામા પોતાની ગ્રાન્ટ હોય અથવા પોતાના અંગત મીત્રવર્તુળ માંથી તેમજ પોતાના સ્વખર્ચે સંસ્થાનો પ્રાથના હોલ હોય કે પ્રાથમીક શાળા હોય તેમજ રહેવા માટે હોસ્ટેલના રૂમો હોય પાણીના ભુગર્ભ મોટા સ્ટોરેજ હોય જેવી અનેક સુવિધાઓ સમાજના દિકરા–દિકરીઓ માટે ઉપલબ્ધ કરાવી છે. જયારે અમરેલી જીલ્લા મધ્યસ્થ બેંક માં રાજકીય કટોકટી ઉભી થાય અને સમાજના મોભી એવા મુરબ્બી દ્રારકાદાસભાઈ પટેલ ને બેંક માંથી હટાવવામા આવે ત્યારે સરકારશ્રીનો ઓથ લઈને મુરબ્બી દ્રારકાદાસભાઈ પટેલ સમાજના મોભી હોવાના નાતે માન.શ્રી દિલીપભાઈ સંઘાણી અને માન.શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ બન્ને એ મળીને સમાજના મોભી તરીકે દ્રારકાદાસભાઈ પટેલને બેંકના ચેરમેન તરીકે બેસાડવાનો નર્ણયિ કરેલ પરંતુ ત્યારે દ્રારકાદાસભાઈ પટેલ એ જણાવેલ કે, દિલીપભાઈ મારા વારસ તરીકે તું આ બેંકમા બેસીશ તો સમાજનું ભલુ થાશે તેવી આગવી દ્રષ્ટિવાળા સમાજનો મોભી દિલીપભાઈને બેંક સોપી તો આ બેંકના માધ્યમથી ખેડૂતો, પશુપાલકો,મજદુર લોકો વેપારી હોય ઉદ્યોગકાર હોય કે કોઈને દિકરા–દિકરીને વિદેશ અભ્યાસ અર્થે જવુ હોય તો તેને આનુસાંગીક અનેક યોજનાઓ બનાવીને તમામ સમાજને મદદ કરેલ છે.
• સરકારશ્રીના કાયદાના અનેક બંધનોની આટીધુટી વચ્ચે કૂનેહ પૂર્વક બેંકના માધ્યમથી અમરેલી જીલ્લામા રોજગારી સ્થાપવા માટે અમર ડેરીની સ્થાપના કરવામા આવેલ.
• સને.ર૦૦૭ મા અમર ડેરીનો રપ દૂધ મંડળીઓ દ્રારા ૧રપ૦ લીટર દુધથી શરૂ કરવામા આવેલ જે સરકારશ્રીના નિયમો પ્રમાણે અમુલ સાથે જોડાણ થયેલ નહિ તેવા સંજોગોમાં ડેરી ચલાવવી ખુબ કઠીન હતી કારણ કે દર દસ દિવસે પશુપાલકોને પેમેન્ટનું ચુકવણું કરવુ પડે ત્યારે ચખય ની ગાઈડ લાઈન મુજબ ડેરીને રપ–લાખ રૂપિયાથી વધુ લોન ન મળતી હતી તેવા સંજોગોમા અમર ડેરીને પશુપાલકોને પૈસા ચુકવવા માટે નાણાકીય કાય વ્યવસ્થા નોતી તેવા સમયે માન.શ્રી દિલીપભાઈ પોતાના પર્સનલ પોકેટ માંથી કોઈપણ પ્રકારના વ્યાજ કે આ રકમ પરત આવશે કે કેમ તેનો વિચાર કર્યા વગર રૂા.૩પ – લાખ જેવી માતબર રકમ પોતે અમર ડેરી સંસ્થાને આપેલ અને અમર ડેરીને રોજગારી માટે જીવંત રાખેલ.
• માન.શ્રી દિલીપભાઈ સરકારશ્રીમાં મંત્રી બનતા તુરંત જ સમગ્ર સૌરાષ્ટ્રને ડેરી ઉદ્યોગને નડતો કાયદો તત્કાલીન માન. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે પરાકાર્શ કરી નડતરરૂપ તમામ કાયદાઓ દૂર કરવામા આવેલ.
• ત્યાર બાદ અમર ડેરીને ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન સાથે જોડીને ખુટતી વ્યવસથાઓ પૂર્ણ કરેલ ત્યાર બાદ સરકારશ્રીના આર.કે.વી.વાય યોજના દ્રારા અમર ડેરી જરૂરી તમામ ઈન્ફ્રાટ્રકચર ઉભા કરવા માટે અમર ડેરીમા ૧૩૮ વીધા જમીન ખરીદી ઈન્ડીયાનો સૌથી બેસ્ટ ટેટ્રા પેક કંપનીનો પ્લાન્ટ સ્થાપવામા આવેલ સાથે સાથે કેટલીયે એ ફેકટરીઓ પણ સ્થાપવામા આવેલ.
• આજે મને જણાવતા આનંદ થાય છે કે, અમરેલી જીલ્લામા રપ મંડળી ૧રપ૦ લીટર દૂધ થી શરૂ કરેલ અમર ડેરીમા આજે પ૩ર દૂધ મંડળી માંથી દૈનિક રોજનું ર,૦૦,૦૦૦ બે લાખ લીટર દૂધ આવે છે અને ખેડૂત અને પશુપાલકને રોજનુ દૈનિક એક કરોડ રૂપિયા ચુકવવામા આવે છે તેમ છતા પાર દર્શક વહીવટના કારણે ૧૦ થી ૧૧ કરોડ નો વાર્ષકિ નફો કરવામા આવે છે જે સફળતાનુ કારણ એક પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગરનો પારદર્શક વહીવટના કારણે આ શકય બન્યુ છે.
ડેરી ઉદ્યોગને લગતા ઈન્ફા્રટ્રકચર માટે આ જીલ્લામા સૌથી ઉંચ્ચા સ્ટાર્ન્ડ સાથેની પશુ હોસ્પિટલ – બુલ મધર ફાર્મ તેમજ એબ્રીઓ ટ્રાન્સ્પ્લાન્ટ સેંન્ટર (ઈ.ટી.લેબ) જે આખા દેશમાં એક હતુ ને બીજુ અમરેલીમા માન.શ્રી દિલીપભાઈ સંઘાણીએ સ્થાપેલ છે તેમજ સમાજના હોય કે અન્ય સમાજના દિકરા–દિકરી જેઓ મા–બાપનું છત્ર ગુમાવે છે તેવા દિકરા–દિકરીઓને આજે પણ તે પોતે ફી ભરીને ભણાવવાનું કામ કરે છે.
રાજય મા કે દેશમાં કયા એવી ઘટના નહિ હોય કે રાજકીય રીતે પોતાની સામે હોય, ચૂંટણીઓ લડયા હોય મોટા મોટા પદ ઉપર રહયા હોય ત્યાર બાદ તેમની પાસે આર્થીક કોઈ એવી વ્યવસથા ના હોય તેવા સમાજના આગેવાનોનું દવાખાનું હોય સારવાર થી બીલ રકમો હોય કે કયાય જવુ–આવવુ હોય તો પણ તેનો માન– મોભો જળવાય રહે સમાજ તેના પણ પોતાના ખર્ચે અને જોખમે વ્યવસ્થાઓ કરવામા આવે છે.
જયારે બેંકમા મોટો ભ્રષ્ટાચાર કરવામા આવે છે તેવી વાત કરનારને ખબર નહિં હોય કે ગુજરાત રાજય કે દેશમા અમરેલી એક એવુ ક્ષેત્ર છે કે માન.શ્રી દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વમાં ચાલતી બેંક મા કયારેય એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ નથી તેની હું ખાત્રી આપુ છું અને જો કોઈ બેંકમા ભ્રષ્ટાચાર થયો છે તેવું સાબીત કરી બતાવે તો હું મુછ મુંડાવી નાખું
જયારે ઉપરોકત તમામ હકીકતો જાણો તો સમજાશે કે માન.દિલીપભાઈ સંઘાણી ભાંગ્યાના ભેરૂ અને નોધારાનો આધાર છે તેવા સમાજના મોભી ઉપર કોઈ ખરી હકીકત ને જાણ્યા વગર કોઈની લાગણીમા આવીને કે કોઈના ભડકાવવાથી આવા નિવેદનો કરીને સમાજને ખુબ મોટુ નુકશાન કરવામા આવેલ છે તો સમાજ પણ ખરી હકીકત જાણીને સમાજ મોભીઓને ખોટીરીતે બદનામ કરતા તત્વો સામે પણ સજાગ થવાની જરૂર છે અને સમાજના ભાગલા પાડવાવાળા ને ઓળખીને સમાજના નામે દુષપ્રચાર કરનારા લોકોને જાકારો આપી ખરા સમાજના મોભીઓ સાથે ખડેપગ તન–મન–ધનથી ઉભા રહીશુ તો જ સમાજ સલામત રહેશે તેવી આપ સૌને વિનંતી છે.
આપનો
(અશ્વિન સાવલીયા)
ટ્રસ્ટી
અમરેલી પટેલ વિદ્યાર્થી આશ્રમ
Recent Comments