કોઈ વ્યક્તિ રોજના રૂા. ૧૬૭ કરતા ઓછા કમાય તો તે અત્યંત ગરીબ ગણવામાં આવશે

વર્લ્ડ બેંક અત્યંત ગરીબનો આ નવો માપદંડ ચાલુ વર્ષના અંત સુધીમાં લાગૂ કરશે. હાલના સમયમાં વર્ષ ૨૦૧૫ના આંકડાના આધારે સમીક્ષા થાય છે જ્યારે આ દરમિયાન અનેક વસ્તુઓમાં ફેરફાર આવેલો છે. પણ વર્ષ ૨૦૧૭ના આંકડાનો ઉપયોગ કરીને હવે નવી વૈશ્વિક ગરીબી રેખા નિર્ધારિત કરાઈ છે. આ નવા માપદંડને જાે ધ્યાનમાં લઈએ તો હવે જે વ્યક્તિ રોજિંદુ ૨.૧૫ ડોલર પ્રતિદિનથી પણ ઓછું કમાણી કરતો હોય તો તેને અત્યંત ગરીબ શ્રેણીમાં ગણી શકાય. ૨૦૧૭માં વૈશ્વિક સ્તરે આ શ્રેણીમાં ૭૦ કરોડ લોકો હતા જ્યારે હાલના સમયને જાેતા હવે તેમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખામાં વધારો દુનિયાના અન્ય ભાગોની સરખામણીમાં ૨૦૧૧ અને ૨૦૧૭ વચ્ચે ઓછી આવકવાળા દેશોમાં પાયાની જરૂરિયાતના ભોજન, કપડાં અને મકાનની જરૂરીયાતમાં વધારો દર્શાવ છે. સરળ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ૨૦૧૧ના સમયમાં ૧.૯૦ ડોલરનું જે મૂલ્ય હતું તે જ મૂલ્ય ૨૦૧૭માં ૨.૧૫ ડોલરનું છે. હવે જાે ભારતની વાત કરીએ તો અહીં બીપીએલ (ગરીબી રેખા નીચે)ની સ્થિતિમાં ૨૦૧૧ની સરખામણીમાં ૨૦૧૯માં ૧૨.૩ ટકાનો ઘટાડો આવ્યો છે. જેનું કારણ ગ્રામીણ ગરીબીમાં ઘટાડો છે એટલે કે ત્યાં આવક વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં જાેઈએ તો ઝડપથી ઘટાડાની સાથે ત્યાં અત્યંત ગરીબોની સંખ્યા વર્ષ ૨૦૧૯માં ઘટીને અડધી થઈ ૧૦.૨ ટકા થઈ. જ્યારે વર્ષ ૨૦૧૧માં તે ૨૨.૫ ટકા હતી. જાે કે તેમાં બીપીએલ માટે વર્લ્ડ બેંકનો દૈનિક ૧.૯૦ ડોલર કમાણીનો આધાર ગણવામાં આવ્યો છે. આંકડા મુજબ નાના ખેડૂતોની આવકમાં વધારો થયો છે. અત્યંત ગરીબની વ્યાખ્યા કરવી હોય તો કઈ રીતે કરી શકાય? વર્લ્ડ બેંકે અત્યંત ગરીબની નવી વ્યાખ્યા બહાર પાડી છે જે મુજબ જાે કોઈ વ્યક્તિ રોજના ૧૬૭ રૂપિયા (૨.૧૫ ડોલર) કરતા ઓછા કમાય તો તેને અત્યંત ગરીબ ગણવામાં આવશે. અત્યંત ગરીબ માટે આ નવો માપદંડ છે. આ અગાઉ જે વ્યક્તિ ૧૪૭ રૂપિયા કે તેથી ઓછું કમાણી કરતો હોય તેને અત્યંત ગરીબની શ્રેણીમાં માનવામાં આવતો હતો. અત્રે ખાસ જણાવવાનું કે સમયાંતરે મોંઘવારી, જરૂરી ખર્ચામાં વૃદ્ધિ સહિત અને માપદંડોના આધારે ગરીબી રેખાના આંકડામાં ફેરફાર થતો રહે છે
Recent Comments