કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું ૩૬ રનની શર્મનાક હાર બાદ ક્રિકેટ ઈતિહાસની સૌથી શાનદાર વાપસીમાંથી એક
ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએએ ઓસ્ટ્રેલિયાની સામે બીજી ટેસ્ટમાં મંગળવારે ટીમની ૮ વિકેટથી જીતને ક્રિકેટના ઈતિહાસની સૌથી શાનદાર વાપસીમાંથી એક ગણાવી છે. ભારતને એડિલેડમાં પહેલી ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. એડિલેડમાં પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં ૩૬ રનો પર ઓલ આઉટ થયા બાદ શાસ્ત્રીએ બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન માટે ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા હતા.
શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાની સાથે ડેબ્યુ કરનાર શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, મને લાગે છે કે આ ભારતીય ક્રિકેટ જ નહીં, પણ વિશ્વ ક્રિકેટમાં રમતના ઈતિહાસની સૌથી શાનદાર વાપસીમાંથી એક હશે. ૩૬ રનો પર આઉટ થયા બાદ ત્રીજા દિવસમાં જ હારી જવું અને પછી તે બાદ પલટવાર માટે તૈયાર રહેવું શાનદાર છે. છોકરાઓએ જાે જુસ્સો દેખાડ્યો તેના માટે તે શ્રૈયના હકદાર છે. આ અસલી જુસ્સો છે.
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર શાસ્ત્રીનું માનવું છે કે, કોરોના મહામારીથી પ્રભાવિત વર્ષમાં આ પ્રકારની જીતથી નિશ્ચિત રીતે ભારતીય ફેન્સના ચહેરા પર ખુશી પરત ફરશે. મને લાગે છે કે આ ટીમ દુનિયાભરના તેના ફેન્સને નવા વર્ષની શ્રેષ્ઠ ગિફ્ટ આપી છે. નવા વર્ષમાં જતાં ફેન્સના ચહેરા પર ખુશી આવશે.
તો મેચમાં ૪૫ અને ૩૫ રનોની અણનમ ઈનિંગ રમનાર ગિલ અને કુલ ૫ વિકેટ લેનાર સિરાજના વખાણમાં કહ્યું કે, જ્યારે તમે જુઓ છે કે ડેબ્યુ કરનાર બંને ખેલાડીઓએ આ પ્રકારનો જુસ્સો, અનુશાસન અને પરિપક્વતા દેખાડી તે શાનદાર લાગે છે. આજે સિરાજના આંકડા શાનદાર હતા. લાંબા સ્પેલ કરતાં તેણે જે અનુશાસન દેખાડ્યું અને તે પણ પોતાની પહેલી ટેસ્ટમાં અને ઉમેશની ગેરહાજરીમાં તેણે જે કર્યું તે બેજાેડ હતું. તો ગિલ અંગે શાસ્ત્રીએ કહ્યું કે, મને લાગે છે કે પહેલી ટેસ્ટ રમતાં તે ખુબ જ ધૈર્યવાન અને પરિપક્વ હતો. તે શોટ રમતાં ડરતો ન હતો, જ્યારે રક્ષાત્મક વલણ અપનાવવું સરળ હતું.
આ ઉપરાંત રોહિત શર્માની વાપસી અંગે કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, બુધવારે તે ટીમની સાથે જાેડાઈ જશે. તેની સાથે વાત કરાશે કે તેની શારીરિક સ્થિતિ કેવી છે. કેમ કે છેલ્લા બે અઠવાડિયાથી તે ક્વોરન્ટાઈનમાં છે. ટીમમાં સામેલ કરાતા પહેલાં તે કેવું અનુભવી રહ્યો છે તે જાણવામાં આવશે. પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરતાં પહેલાં તેની શારીરિક અને માનસિક સ્થિતિ જાણ્યા બાદ જ ર્નિણય લેવામાં આવશે.
Recent Comments