કોટડાસાંગાણી તાલુકા કિશાન સંઘ પ્રમુખ ધર્મેશ સોરઠિયા સહિતના સો જેટલા ખેડુત આગેવાનો આમ આદમી પાર્ટી માં જોડાતા તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર રચાતા ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હોઈ તેમ આપ પાર્ટીના કાર્યકરોના ઉત્સાહમાં વધારો છે અને સંગઠનનો વધુ મજબૂત બનાવવા માટે ઠેર ઠેર પ્રયાસો પણ થઈ રહ્યા છે.ત્યારેજ કોટડાસાંગાણી તાલુકાના ખેડૂતોના પ્રશ્ને હર હંમેશ લડત ચલાવનાર તાલુકા કિશાન સંઘ પ્રમુખ તધર્મેશ સોરઠિયા સહીતના તાલુકાના સો ખેડુત આગેવાનોએ આમ આદમી પાર્ટી નો ખેસ પહેરતા તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.સાથે જ આગામી ચુંટણીઓમા નવા જુનીના એંધાણ સર્જાઈ તેવા સંકેતો દેખાયા છે.બાઈટ 1 ધર્મેશ સોરઠિયા તાલુકા પ્રમુખ આપ
વિઓકોટડાસાગાણીના શેડ રોડ પરની વાડિ ખાતે વિધીવત રીતે આમ આદમીનો ખેસ સો જેટલા ખેડૂત આગેવાનો પહેર્યો છે.કિશાન સંઘના પ્રમુખે સંઘમાંથી રાજીનામું ધરી જીલ્લા આગેવાનોની હાજરીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પદનું સુકાન સંભાળ્યું છે.ત્યારે ધર્મેશ સોરઠિયા એ જણાવેલ કે કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોના પ્રશ્ને અમોએ હર હંમેશ લડત ચલાવી છે અને ચલાવતા રહીશું આ વીસ્તારના ખેડુતો સાથે હંમેશા અન્યાય થસે તે ક્યારેય નહીં ચલાવી લેવાઇ ખેડૂતોના પ્રશ્ને આગામી દીવસો અમે લડત ચલાવીશું,અને ખેડૂતો તેમજ લોકોના સહકારથી રાજકોટ ગ્રામ્યની ધારાસભ્યની બેઠક પર આમ આદમી પાર્ટી ની જીતની આશા પણ વ્યક્ત કરી હતી. આપના જીલ્લા પ્રભારી અજીત લોખીલ જીલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાની હાજરીમાં કોટડાસાંગાણી તાલુકા કિશાન સંઘ પ્રમુખે તેમના સો સમર્થકો ની સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
કોટડાસાંગાણી કિશાન સંઘના પ્રમુખ સહિતના સો ખેડુત આગેવાનો આમ આદમી પાર્ટીમા જોડાતા તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

Recent Comments