fbpx
રાષ્ટ્રીય

કોટામાં આત્મહત્યા પર સુપ્રીમ કોર્ટનું સૌથી મોટું અવલોકનબાળકોની આત્મહત્યા માટે માતા-પિતા જવાબદાર : સુપ્રીમ કોર્ટ

કોટા આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બાળકોના માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા છે. એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કોટામાં બાળકો જે રીતે આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર માતા-પિતા જ જવાબદાર છે. આ સાથે કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં ૨૪ બાળકો આત્મહત્યા કરી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની ઈચ્છાના કારણે મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આત્મહત્યા જેવું પગલું ભરે છે. ટોચની અદાલત મુંબઈ સ્થિત ડૉક્ટર અનિરુદ્ધ નારાયણ માલપાણીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે બાળકોની આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા..

આ સાથે, તેમણે પોતાની અરજીમાં કોચિંગ સંસ્થાઓમાં લઘુત્તમ ધોરણો જાળવવાની પણ વાત કરી હતી. કોર્ટે આ અંગે કાયદો બનાવવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે દોષ બાળકોના માતા-પિતાનો છે કોચિંગ સંસ્થાઓનો નહીં. તમને જણાવી દઈએ કે કોટામાં આત્મહત્યા કરનારા બાળકોની ઉંમર ૧૪-૧૬ વર્ષની વચ્ચે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે રાજસ્થાનના કોટામાં દ્ગઈઈ્‌ અને ત્નઈઈ કોચિંગ માટે આવેલા ૨૪ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડો છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ છે. આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે કોચિંગ સંસ્થાઓને વિશેષ ભલામણો પણ કરવામાં આવી છે. આમ છતાં આપઘાતના કેસમાં કોઈ ઘટાડો થયો નથી.

Follow Me:

Related Posts