કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે. કોડીનાર ચેમ્બર તથા આગેવાનો દ્વારા સાંજે ૬ વાગ્યે દુકાનો બંધનું એલાન આપીને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી કાળજી રાખવા વારંવારની અપીલ પછી પણ નહીં સમજતા છેવટે કોડીનાર સંદિપસિંહ ચુડાસમાએ કાયદાનું શસ્ત્ર ઉગામીને કોડીનાર શહેરમાં માસ્ક ઝુંબેશ હાથ ધરીને ૨૮ જેટલા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નહીં પહેરવા માટે રૂપિયા ૨૮,૦૦૦નો દંડ કર્યો હતો. આ ઉપરાંત એક સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. કોડીનાર શહેરમાં કોરોનાની ચેઈન તોડવા માટે આગામી ૧૬થી ૧૮ એપ્રિલ સુધી ૩ દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવા ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યારે કોઈને ખોટી રીતે દંડ ન થાય તે માટે સંપૂર્ણપણે નિતિ-નિયમોનું પાલન કરીને તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Recent Comments