કોણ કહે છે યુવાનો દૂષિત માર્ગે છે ? છ સભ્યો થી શરૂ થયેલ સેવા સંસ્થા માં આજે ૩૩૮ યુવાનો ની ફોજ ૮૫૦ પરિવારો માટે દેવદૂત
કોણ કહે છે યુવાનો દૂષિત માર્ગે છે ? છ સભ્યો થી શરૂ થયેલ સેવા સંસ્થા માં આજે ૩૩૮ યુવાનો ની ફોજ ૮૫૦ પરિવારો માટે દેવદૂત સુરત ની સામાજિક સંસ્થા જયભગવાન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ની સેવા સુગંધી પુષ્પો માફક ફેલાઈસુરત માં અનેક વિધ સેવા પ્રદાન કરતી સેવા નો પર્યાય બની ચુકેલ સામાજિક સંસ્થાન જયભગવાન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ની સેવા ઓ સવિસ્તાર થી વિસ્તરી સુગંધી પુષ્પો માફક માનવતા મહેકાવી રહી છે નિષ્કામ સેવા ઉદ્દેશ સાથે માત્ર છ સભ્યો થી સ્થપાયેલી સંસ્થાન આજે ૩૩૮ થી વધુ યુવાનો ની ફોજ ધરાવતી સેવા નું વટવૃક્ષ બની અનેક પરિવારો માટે શીતળ છાયો આપી રહી છે જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ના સ્થાપક સભ્ય વિપુલભાઈ નારોલા, મુકેશભાઈ મકરૂબીયા, ચિરાગભાઈ ભટ્ટ, નિલેશભાઈ પાલડીયા,અલ્પેશભાઈ સલોડીયા ની સમાજ પ્રત્યે ની ઉદાર ભાવના ના ઉચ્ચવિચારો નું આચરણ સાથે અનેક વિધ સેવા નો પર્યાય જયભગવાન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર ૬ યુવાનો થી શરૂ થયેલ સંસ્થા માં આજે ૨૩૮ યુવાનો ની ફોજ સ્વંયમ શિસ્ત સાથે જરૂરિયાતમંદ પરિવારો ની મદદ કરવા તત્પર રહે છે
ગત. તા.૨૬/૫/૨૦૧૫ માં સૌ પ્રથમ નિરાધાર નો આધાર બનીને પહેલી જ અનાજની કીટ રૂપિયા ૧૧૦૦/- ની કિંમતની સભ્ય વિપુલભાઈ નારોલાના જન્મદિવસ નિમિત્તે આપવામા આવી હતી સત્ય પ્રેમ અને કરુણા વત્સલ્ય યુવાનો ની આ સંસ્થા ગરીબ પીડિત લાચાર અંધ અપંગ મનોદિવ્યાંગ પરાધીન આકસ્મિક અકસ્માત નો ભોગ બની કે અસાધ્ય બીમારી માં સપડાઈ સંકડામણ માં આવેલ પરિવારો ઉપરાંત આર્થિક નબળી પરિસ્થિતિ ના વિશેષ પ્રતિભા સંપન્ન દીકરા દીકરી ઓ કે વ્યક્તિ ઓને માનવતા દર્શાવી મદદ રૂપ બની દર માસે છ સભ્યો માત્ર મામુલી રકમ રૂપિયા ૧૦૦ કાઢી કુલ ૬૦૦ રૂપિયા થી એક જરૂરિયાત મંદ પરિવાર મદદ કરી શરૂઆત કરાયેલ પણ ઉમદા અભિગમ સાથે પ્રારંભયેલી આ સેવા વર્ષ ૨૦૧૬ માં ૧૩ સભ્યો ૨૬ હજાર ના ભંડોળ ની વર્ષ ૨૦૧૭ માં ૪૦ નિરાધાર નિઃસહાય પરિવાર ને અનાજ ની કીટ વિતરણ કરવામાં આવી હતી
જેમ જેમ સમય વીતતો ગયો તેમ આ મદદ વર્ષો વર્ષ જરૂરિયાત મંદ પરિવારો ની સંખ્યા પણ વધતી ગઈ આજે ૮૫૦ પરિવારો ની મદદ માટે વિપુલભાઈ નારોલા દામનગર ચિરાગભાઈ ભટ્ટ ભરતભાઈ કાકડીયા ભરતભાઈ રામોલિયા નિલેશભાઈ પાલડીયા મુકેશભાઈ મકરૂબિયા જીતેન્દ્રભાઈ બાબરીયા પ્રેમવતી ગોલ્ડ આ તમામ સભ્યશ્રીઓ ૩૩૮ સભ્યો જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ રાત દિવસ જોયા વગર ખડે પગે સેવારત છે રક્તદાન કેમ્પ હોય કે કેન્સર પીડિત પરિવાર માટે ૩૩૮ સભ્યો દેવદૂત બની કામ કરે છે કોઈ પણ સ્પર્ધાત્મક બાબતો માં નવોદિત દીકરી ને કાયમી દત્તક લેવાના હોય કે પક્ષી માળા પર્યાવરણ પ્રકૃતિ આરોગ્ય શિક્ષણ કે વસ્ત્રદાન જરૂરિયાતમંદ પરિવારો માટે સીધાંતર યોજના નિરંતર માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી ચલાવે છે આપના હાથ જગન્નાથ સાથે નિસ્વાર્થ સેવા કરતા યુવાનો ની પ્રમાણિકતા ફરજનિષ્ઠા ની સુપેરે નોંધ લેતા ઉદારદિલ દાતા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સંસ્થા માં દાન રૂપી દિવેલ પુરી સેવાજ્યોત ને પ્રજ્વલિત રાખે છે સંસ્થા ને મળતું એક રૂપિયા નું દાન ચીવટ કરકસર અને યોગ્ય જગ્યા એ સવા રૂપિયા તરીકે વાપરે છે યુવાનો માટે ચોક્કસ કહેવું પડે કે કોણ કહે છે યુવાનો દૂષિત રસ્તે છે ? સોશાય તો બિંદુ નભ ચડે ટીપાઈ તો મૂળ મટ ઘાટ ધડાઈ સમર્પણે માનવ પણ દેવતુલ્ય બને
Recent Comments