કોણ છે જસીન અખ્તર? બાબા સિદ્દીકી મર્ડર કેસનો તે આરોપી જેનું નેટવર્ક પંજાબથી હરિયાણા સુધી ફેલાયેલું છે
પંજાબના જલંધરના શંકર ગામનો રહેવાસી મોહમ્મદ જસીન અખ્તર બાબા સિદ્દીકી હત્યાકાંડનો ચોથો આરોપી છે. આ મામલે નવી જાણકારી આપતા નકોદરના ડીએસપી સુખપાલ સિંહે ખુલાસો કર્યો કે, અખ્તર વિરુદ્ધ પહેલાથી જ અનેક ગંભીર કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા, લૂંટ અને હથિયારની લૂંટ જેવા ગંભીર આરોપ સામેલ છે.મળતી માહિતી મુજબ જસીન અખ્તર પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 9 કેસ નોંધાયેલા છે. આ કેસની ગંભીરતા જોતા પંજાબ ઉપરાંત હરિયાણામાં પણ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.2022માં જસીન અખ્તરને જલંધર પોલીસે પહેલી વખત પકડ્યો હતો, પરંતુ તે બાદથી તે પોતાના ગામમાં પરત ફર્યો નથી. આ સ્થિતિને જોતા પોલીસ અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. મુંબઈ પોલીસ આ હત્યાકાંડની તપાસમાં ખાસ ભૂમિકા ભજવી રહી છે અને તેમણે આ સંબંધિત અનેક મહત્વના પુરાવા પણ એકઠાં કર્યાં છે.મોહમ્મદ જસીન અખ્તરનો સંબંધ પુણેના ગેંગસ્ટર સૌરભ મહાકાલ સાથે પણ છે. સૌરભ મહાકાલ પુણેનો તે જ ગેગસ્ટર છે જેને મુંબઈ પોલીસે સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકીભર્યાં પત્ર મોકલવાના મામલે પૂછપરછ થઈ હતી. પહેલા ગુનાકીય મામલામાં ધરપકડ કરનાર પંજાબ પોલીસના અધિકારીએ જસીન અખ્તર અંગે ઈન્ડિયા ટુડે સાથે વાતચીત કરી અને જણાવ્યું કે સૌરભ મહાકાલ જસીનના ઘરે આવીને રોકાયો પણ હતો.
Recent Comments