fbpx
સૌરાષ્ટ - કચ્છ

કોદિયા ગામે ખીમોજીયા સોલંકી પરિવારનો ઇતિહાસ ( વર્તમાન અને ભૂતકાળ  ) પુસ્તકનું વિમોચન

ખીમોજીયા સોલંકી પરિવારનો ઇતિહાસ ( વર્તમાન અને ભૂતકાળ  ) પુસ્તકનું વિમોચન આજ કોદિયા ગામે  યોજાય ગયો.જેમાં માયાભાઇ આહીર લોકસાહિત્યકાર, લાખાભાઇ ભમ્મર જિલ્લા પંચાયત સદસ્ય, મયુરભાઈ ભાદરકા, મધુભાઈ ભાદરકા, પાંચુભાઈ ભાદરકા , હિરેનભાઈ સોલંકી આહીર સમાજ અગ્રણી તથા મોટી સંખ્યામાં આહીર સમાજે હાજરી આપી હતી.    મારી 40 મી પેઢીએ ચાંચગ દાદા થઇ ગયેલા જે ઉનામાં સવંત 1298માં રહેતા, ત્યારપછી અમારો પરિવાર વધાવી જાય છે. રામશીબાપા સવંત 1603 મા વધાવીમાં હોય છે, ત્યાંથી એક દાદા ઉપલેટા જાય છે, એક દાદા બામણાસા જાય છે, એક દાદા હાથસણી આવે છે. હાથસણી થી એક બાપા ખૂટવડા આવે છે. ખૂટવડાથી એક બાપા ભગુડા અને એક બાપા રાળગોન જાય છે. રાળગોનથી એક પરિવાર કોદિયા આવે છે.   આમ ઉપલેટામા પરિવારના 100 ધર છે. મેંદરડા, બામણાસા અને આંબલીયા મા 100 ધર છે. ભગુડા તથા કોદિયામાં પરિવાર ના 75 ઘર છે, જામનગર જિલ્લામાં પરિવારના 25 ઘર છે. આમ ખીમોજીયા સોલંકી પરિવારના 300 ઘરનું પુસ્તક બનાવી અને 300 ઘરને એક એક પુસ્તક ફ્રી મા આપવામાં આવ્યું.આ પુસ્તકના લેખક માયુભાઈ સોલંકી છે.

Follow Me:

Related Posts