કોના બાપની ગુજરાત: વડોદરા કોર્પોરેશનમાં ચા નાસ્તાનો એક વર્ષનો ખર્ચ 6.50 લાખ
વડોદરા કોર્પોરેશનમાં આરટીઆઇમાં એક ખુલાસો સામે આવ્યો છે તેને જોતાં સૌના હોશ ઉડી ગયા. ચા નાસ્તો કરવા માટેનો ખર્ચ એક વર્ષની અંદર 6,50,000 ખર્ચ આવ્યો છે બિનજરૂરી આ ખર્ચ જે ચા નાસ્તામાં સામે આવ્યો છે. તો અનુમાન લગાવી શકાય છે કે અન્ય કેટલાક પ્રકારના ખર્ચ થતા હશે તેમાં કેટલા રૂપિયાનો ધુમાડો થતો હશે. RTI એક્ટિ.વિસ્ટ એવા અતુલ ગામેચી એ વડોદરા મહાનગ પાલિકામાં RTI કરી સત્તાધીશો સામે ચા નાસ્તા પાછળ કેટલો ખર્ચ કોર્પોરેશન માં થયો છે. આ બાબતે જાણકારી મેળવતી એક RTI કરી હતી.
મેયર કરતા ડેપ્યુટી. મેયર શાસક પક્ષના નેતાઓએ વધુ ખર્ચ કર્યો છે. RTI માં આ ખુલારો થયો છે. બરોડા કોર્પોરેશન માં મેયર કેયુર રોકડિયાએ છેલ્લા એક વર્ષ અને એક મહિનામાં ચા અમે નાસ્તા પાછળ 89172 રૂપિયાનો ખર્ચ કર્યો છે. ડેપ્યુટી મેયર નંદાબહેન જોશીએ 1,30,050 રૂપિયાનો ખર્ચ કર્યો છે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સૌથી વધુ 2,98,313 રૂપિયા અને શાસક પક્ષ નેતા અલ્પેશ લીંબાચિયાએ 1,32,019 રૂપિયાનો ખર્ચ ફક્ત ચા અને નાસ્તા પાછળ જ કરી દીધો છે. જનતાના ટેક્સના પૈસે તાગડધિન્ના કરતાં નેતાઓ જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયા તો તેઓ ચાહને નાસ્તા માટે ખર્ચ કરી નાખે છે. જે ખરેખર નવાઈ પામે તેવી વાત છે
Recent Comments