કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરતા : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી
ગુજરાત રાજયમાં ભાજપના શાસનમાં રાજય સરકારના તમામ વર્ગના કર્મચારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે, રાજય સરકારના કર્મચારીઓમાં સોૈથી વધુ હાલાકી ભોગવતા હોય તો તે કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓ છે જેનું આ ભાજપની સરકાર દ્રારા માત્રને માત્ર શોષણ થઈ રહયું છે, રાજય સરકારની મહત્વની
કામગીરી તથા સોૈથી વધુ કામગીરીનો બોજ કોન્ટ્રાકટ કર્મચારીઓ ઉપર રહેલો છે, તેના બદલામાં એજન્સી તરફથી આવા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓને મામુલી વેતન મળે છે, ખરેખર તો આવા કર્મચારીઓને તેના કામના પ્રમાણે વેતન મળવું જોઈએ જે મળતુ નથી.કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓનો કોન્ટ્રાકટ રાખતી
એજન્સીઓની સાથે ભાજપના નેતાઓ મીલી ભગત હોવાથી અને બંને સાથે મળીને કરોડો રૂપીયાનો ભ્રષ્ટ્રાચાર આચરી રહયા છે, કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓને સરકાર માંથી નકકી થયેલું મહેનતાણું આપવાને બદલે મામુલી વેતન આપીને કર્મચારીઓનું શોષણ આ કોન્ટ્રાકટ રાખતી એજન્સીઓ અને ભાજપ સરકાર ભેગા
મળીને કરી રહી છે, આ શોષણ બંધ કરીને કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓને કાયમી કરવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.
Recent Comments