fbpx
અમરેલી

કોન્‍ટ્રાકટર, ફીકસ પગારથી ભરતી બંધ કરી કાયમી નોકરી આપો : પરેશ ધાનાણી

રાજયમાં એકબાજુ લાખો શિક્ષિત બેરોજગારો રોજગારી માટે દરદર ભટકી રહૃાાં છે ત્‍યારે બીજી તરફ રાજય સરકારમાં આરોગ્‍ય વિભાગ સહિતના અનેક વિભાગોમાં હજારો જગ્‍યાઓ ખાલી હોવા છતાં તેમાં કાયમી ભરતી કરવાનાં બદલે કોન્‍ટ્રાકટ, આઉટસોર્સીંગ અને ફીકસ પગારથી નિમણૂંકો કરવામાં આવે છે. આ કર્મચારીઓને જે-તે એજન્‍સીઓ શોષણ કરીને પૂરો પગાર ચૂકવતી નથી ત્‍યારે વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આ પ્રથા બંધ કરીને કાયમી ભરતી કરવાની માંગણી કરી હતી.

વિપક્ષી નેતાએ જણાવ્‍યું હતું કે, ભભદરેક હાથને કામ મળે અને કામના પૂરેપૂરા દામ મળેભભ એવી આખા ગુજરાતની લાગણી છે. વર્ષ ર006થી ફીકસ પગાર, કરાર આધારિત નોકરી અને આઉટસોર્સીંગ પ્રથાને કારણે આજે ર6 વિભાગ, 43 પ્રભાગ, 193 જેટલા બોર્ડ-નિગમો અને કંપનીઓ સહિત આખી સરકાર ફીકસ પગાર, કરાર આધારિતકર્મચારીઓ અથવા આઉટસોર્સીંગથી ચાલે છે. ગત વિધાનસભામાં સરકારે જાહેરાત કરી હતી કે એસ્‍ક્રો એકાઉન્‍ટ ખોલીને તેના મારફત તમામ કર્મચારીઓને 100% પગાર સીધો જ ચૂકવવામાં આવે છે ત્‍યારે આજે સરકાર ઘ્‍વારા એમ.જે. સોલંકી એન્‍ડ એસોસીએટસ- ભાવનગર અને મેસર્સ ડી.જી. નાકરાણી એન્‍ડ એસોસીએટસ- ભાવનગરનાં નામની મુખ્‍યત્‍વે બે એજન્‍સીઓ ઘ્‍વારા સરકારના તમામ વિભાગો, બોર્ડ-નિગમો સહિત આખા રાજયમાં આઉટસોર્સીંગની ભરતીઓ કરે છે. આ એજન્‍સીઓ કર્મચારીઓને પ0-60% જ પગાર ચૂકવતી હોવાથી શ્રમ અને રોજગાર વિભાગ ઘ્‍વારા તેને નોટીસ આપીને બ્‍લેકલિસ્‍ટ કરવાની દરખાસ્‍ત પણ કરેલ તેમ છતાં આ એજન્‍સીઓને સરકાર ઘ્‍વારા અન્‍ય વિભાગોમાં કામ આપવામાં આવે છે. ત્‍યારે વિપક્ષી નેતાએ રાજયમાં કરાર આધારિત ફીકસ પગાર અને આઉટસોર્સીંગની પ્રથા બંધ કરવા અને સરકારની મંજૂર જગ્‍યાઓ ઉપર નિયત ધારાધોરણ મુજબ કાયમી ભરતી કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી.

Follow Me:

Related Posts