કોફી વિથ કલેકટર કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કુલ સાવરકુંડલા નાં ખેલાડીઓ સાથે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણી.
દર વર્ષે 11 ઓક્ટોબર નાં રોજ સમગ્ર વિશ્વમાં “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ ૩૩ જિલ્લાઓ માં પણ આ ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૨ થી ૧૧ ઓકટોબર દરમ્યાન દીકરીઓ નાં સર્વાંગી વિકાસ, રક્ષણ અને સલામતી માટે વિવિધ તાલીમો અને કાર્યક્રમ કરવામા આવી રહ્યા છે. આ ઉજવણી હેઠળ અમરેલી જિલ્લા માં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત અજય દહિયા, માન. કલેકટર-અમરેલી ની અધ્યક્ષતામાં “કોફી વિથ કલેકટર” કાર્યક્રમ યોજાયો. જેમાં સમગ્ર જિલ્લા ની રમત ગમત, શિક્ષણ, એન. સી.સી., કળા વગેરે ક્ષેત્રોમાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરેલ દીકરીઓ હાજર રહેલ અને તેઓ એ કલેકટર અને પી. બી. પંડ્યા, માન. જિલ્લા વિકાસ અધિકારી અમરેલી સાથે પણ સંવાદ કર્યો હતો. દીકરીઓ ને સવાલ કરેલ.
જેના ખૂબ વિસ્તૃત જવાબ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એ આપેલ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડૉ. મનીષા બેન મુલતાની- જિલ્લા મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી અને મહિલા અને બાળ અધિકારી નો સ્ટાફ હાજર રહેલ. બેટી બચાવો બેટી પઢાવો નાં સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ.આ વિશ્વ દિકરી દિવસ તરીકે ઉજવણી થઈ રહી હતી તેમાં કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળ ઇંગ્લીશ મીડીયમ રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ ખેલાડીઓમાં ચુડાસમા સ્નેહા , ચુડાસમા ફેની, જોગી કરીના ,રાઠોડ વૈભવી બા , મકવાણા પ્રિયાંશી ,સિદ્ધપુરા આયુષી, ચુડાસમા હેતસી તેમજ વ્યાયામ શિક્ષક દિપકભાઈ વાળા સાથે સામેલ હતા. આ તકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થાના વડા પૂજ્ય ભગવત પ્રસાદ દાસજી સ્વામી તેમજ પ્રમુખ પૂજ્ય શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી , પૂજ્ય કોઠારી સ્વામી અક્ષર મુક્ત સ્વામી તેમજ બધા વિભાગના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ ગણ દ્વારા શાળાના ખેલાડીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેમ યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે
Recent Comments