fbpx
રાષ્ટ્રીય

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને વધારો

માર્ચના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં ૨૫.૫ રૂપિયાનો આ વધારો જાેવા મળ્યો છે. જે બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૧૭૯૫ રૂપિયા અને મુંબઈમાં ૧૭૪૯ રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૪ રૂપિયાનો વધારો જાેવા મળ્યો અને તેની કિંમત ૧૯૧૧ રૂપિયા થઈ ગઈ. જ્યારે ચેન્નાઈમાં માર્ચ મહિનામાં આ ૨૩.૫ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે અને તેની કિંમત ૧૯૬૦.૫૦ રૂપિયા થઈ ગઈ છે.

જાે છેલ્લા બે મહિનાની વાત કરીએ તો કોલકાતામાં સૌથી વધુ વધારો જાેવા મળ્યો છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૪૨ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. જે બાદ મુંબઈમાં ૪૦.૫ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં આ વધારો ૩૯.૫ રૂપિયા થયો છે. જાે દક્ષિણ ભારતના સૌથી મોટા મહાનગર ચેન્નાઈની વાત કરીએ તો છેલ્લા બે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઓછામાં ઓછો ૩૬ રૂપિયાનો વધારો થયો છે. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

બીજી તરફ છેલ્લા ૬ મહિનાથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર છે. ૩૦ ઓગસ્ટથી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે સમયે કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જે બાદ દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ૯૦૩ રૂપિયા છે. જ્યારે કોલકાતામાં તે ઘટીને ૯૨૯ રૂપિયા પર આવી ગયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત મુંબઈમાં ૯૦૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૯૧૮.૫૦ રૂપિયા છે. આગામી દિવસોમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થઈ શકે છે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે.

Follow Me:

Related Posts