fbpx
અમરેલી

કોમર્સ કોલેજ – અમરેલીના બી.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે અમર ડેરીમાં ઔદ્યોગિક મુલાકાત યોજાઈ

અમરેલી  અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજના બી.બી.એ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમના ભાગ રૂપે અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. – અમરેલી સંચાલિત અમર ડેરી – અમરેલી ખાતે ઔદ્યોગિક મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાતમાં વિદ્યાર્થીઓને ડેરીના વિવિધ વિભાગોની મુલાકાત કરાવી માહિતગાર કરવામાં આવ્યા હતા. મુલાકાત દરમ્યાન ડેરીના મેનેજીંગ ડિરેકટર ડો.આર.એસ.પટેલે સૌને આવકારી ડેરીની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા.

આ તકે ડેરીના જનરલ મેનેજર ધાર્મિકભાઈ રામાણી ઉપસ્થિત રહયા હતા. મુલાકાત દરમ્યાન ડેરીના ક્વોલિટી કન્ટ્રોલ ઇન્ચાર્જ વીરેનભાઈ સાવલિયા, પ્લાન્ટ ઇન્ચાર્જ મંથનભાઈ પટેલ, ઓપરેટર મહેશભાઈ કુકવાવા વગેરેએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના સચોટ જવાબો આપ્યા હતા. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓ સાથે પ્રા.જે.એમ.તલાવીયા અને વિઝિટિગ ફેકલ્ટી કલ્યાનીબેન રાવલ ઉપસ્થિત રહયા હતા તેમ આઈ.ક્યુ.એ.સી. કો ઓર્ડીનેટર  પ્રા.ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts