કોમર્સ કોલેજ – અમરેલીમાં “ આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં ” આઝાદી કા અમૃત હોત્સવ ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
વકતૃત્વ સ્પર્ધાના મુદ્દાઓ ; ૧.આર્ટિફિશ્યલ ઇન્ટેલીઝન્સ ભવિષ્ય માટે વરદાન કે અભિશાપ ૨. ઉદ્યોગ સાહસિકતા: વિકસતા ભારત – ૦૩ થીમ ૩. ભાર વગરનું ભણતર અને સ્ત્રી શિક્ષણ ૪. ૨૦૪૭ : અમૃત કાળ ભારતનો સોનેરીકાળ ૫. ક્લાઇમેન્ટ ચેન્જ અને પર્યાવરણના પડકારો અને તેનું સમાધાન, નિબંધ સ્પર્ધાના મુદ્દાઓ ;
૧. નવી શિક્ષણ નીતી અંગે અભિપ્રાય
૨. સાંપ્રત સમયમાં મૂલ્યલક્ષી શિક્ષણની જરૂરીયાત ૩. વિદ્યાર્થી જીવનના ઘડતરમાં એન એસ.એસ.નો ફાળો ૪. સમાજ નિર્માણથી રાષ્ટ્રીય નિર્માણ ૫. વિશ્વના દેશોને ભારતની ભેટ
૬. ઇલેક્ટ્રોનની સમાજ માટે વરદાન કે અભિશાપ અને ચિત્ર સ્પર્ધાના મુદ્દાઓ ;
૧.એક ભારત શ્રેષ્ઠ ભારત ૨.પર્યાવરણ અંગે જાગૃતિ ૩. સ્વચ્છતાનું મહત્વ
૪.ભારતની વિવિધાતામાં એકતા
વગેરે જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ ટૂંકી નોટિસમાં ભાગ લીધો હતો જેમાં વકતૃત્વ સ્પર્ધામાં; ૧. માંજરીયા કેયા હિતેશભાઈ. ૨. બોરડ હિતાનશી મુકેશભાઈ. ૩. અજુગિયા મિત કિશોરભાઈ. ૪. ધાંધલ ક્રિષ્ના જીજુભાઈ. ૫. રાઠોડ જતીન હરેશભાઇ ૬. પાંડવ નિરાલી ઘનશ્યામભાઈ. ૭. શાહ શ્રીપાલ મનોજભાઈ, નિબંધ સ્પર્ધામા ;
૧. મકવાણા જાનવી અનિલભાઈ.
૨. સતાસીયા ખુશી કિશોરભાઈ.
૩.દામાણી આશિષ મનસુખભાઇ.
૪. ચારોલા હર્ષદ મનોજભાઈ.
૫. ગોંડલીયા કનિશા કેતનભાઈ.
અને ચિત્ર સ્પર્ધા; ૧.જીકાદરા જાનકી ભુપતભાઇ. ૨.મકવાણા માનસી અનિલભાઈ. ૩. ધંધુકિયા ચિંતન ચતુરભાઈ. ૪. પરડવા ઘનશ્યામ લાલજીભાઈ વગેરેએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધી હતો જેમાંથી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે અજુગિયા મિત કિશોરભાઈ , નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે સતાસીયા ખુશી કિશોરભાઈ અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે મકવાણા માનસી અનિલભાઈ આવ્યા હતા જેને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલ અને શૈક્ષણિક અને બિન – શૈક્ષણિક કર્મચારીઓએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર પ્રા.જે.એમ.તલાવીયા અને એન.સી.સી.ઓફિસર પ્રા.વી.જી. વસાવાએ કર્યું હતું. નિર્ણાયક તરીકે ડો.એમ.એમ.પટેલ, પ્રિ. એન.જી.ગોહિલ, ડો.જે.ડી.સાવલિયા, ડો.એ.જી.પટેલ, પ્રા.એ.કે.વાળા અને પ્રા.વાય.એચ.ઠાકરે પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી તેમ આઈ.ક્યુ.એ.સી.ના કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફીણવિયાએ જણાવ્યું હતું.
Recent Comments