કોમર્સ કોલેજ – અમરેલીમાં કારકિર્દી અને વ્યક્તિકત્વ વિકાસ વિષયક સેમિનાર યોજાયો.
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજના બી.બી.એ. ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી અને વ્યક્તિત્વ વિકાસ વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં બી.બી.એ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કલાસ – I, II, III અને IV ની સ્પેર્ધાત્મક પરીક્ષાઓ જેવીકે ; CLERCK, TALATI, BANKING, POST, RAILWAY, G.P.S.C., U.P.S.C., G.A.S., I.A.S., I.P.S., I.F.S. (FOREST/FOREIGN) વગેરેની માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત શિક્ષક, અધ્યાપક, વકીલ, જજ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કોસ્ટ એકાઉન્ટન્ટ જેવા વ્યવસાય/નોકરી માટે કેવી રીતે આગળ વધી શકાય ? એ અંગેની સચોટ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના સંતોષ કારક જવાબો આપવામાં આવ્યા હતા તેમ IQAC કોઓર્ડિનેટર પ્રા. ભારતીબેન ફીણવિયાએ જણાવ્યું હતું.
Recent Comments