કોમર્સ કોલેજ – અમરેલીમાં ટેલિકોમ્મુનિકેશન અંગે માહિતી અપાઈ
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં ટેલિકોમ્યુનિકેશન અંગે માહિતી અપાઈ હતી. આ અંગે માહિતી આપવા રાહુલભાઈ રાજ્યગુરુ, જયદીપભાઈ વિઠલાણી, ભાવેશભાઈ મોરડીયા અને હિરેનભાઈ ભેટરીયા ઉપસ્થિત રહયા હતા. તેમણે ટેલિફોનના શોધક ગ્રેહામ બેલથી લઈને ટેલિકોમ્યુનિકેશનમા લેન્ડ લાઇન ફોન, એસ.ટી.ડી. – પી.સી.ઓ. – આઈ.એસ.ડી. ફોન, પેઝર, કી પેડ મોબાઈલ ફોન, 2 G, 3 G, 4 G અને લેટેસ્ટ ટેકનોલોજીના 5 G ફોન અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. અંતમાં વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. આગંતુકોને પ્રા.એ.બી.ગોરવાડિયાએ આવકાર્યા હતા અને પ્રા.જે.એમ.તલાવીયાએ આભાર વ્યક્ત કર્યો હતો. વાઇસ પ્રિન્સિપાલ પ્રા.ડો. એ.કે.વાળા ખાસ ઉપસ્થિત રહયા હતા તેમ આઈ.ક્યુ.એ.સી.ના કોઓરડીનેટર પ્રા.ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.
Recent Comments