નીલાબેન સોનીએ બહેનોને માર્ગદર્શન આપ્યુંઅમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં નિલાબેન સોનીએ બહેનોને મહિલા સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે બહેનોએ પોતાને મૂંઝવતા સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત પ્રશ્નોતરી કરી હતી જેના તેમણે સંતોષકારક જવાબો આપ્યા હતા. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે નિલાબેનનું સ્વાગત કર્યું હતું અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તળાવિયાએ આભાર વ્યક્ત કર્યો હતો તેમ આઈ.ક્યુ.એ.સી.ના કો-ઓર્ડીનેટર પ્રા.ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.
3 Attachments • Scanned by Gmail


















Recent Comments