અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ., એન.સી.સી. અને સ્પીર્ટ્સના ઉપક્રમે રાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંહ વિશેની રસપ્રદ માહિતી એન.એસ.એસ. ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે. એમ. તલાવીયાએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સિંહ એક શાંતિ પ્રિય પ્રાણી છે, જ્યા સુધી તેને અડચણ ઉભી ન કરવામાં આવે ત્યાં સુધી તે સામાન્ય રીતે હુમલો કરતો નથી.
તેના રક્ષણ માટે ગુજરાત હાઇકોર્ટે આપણી શેત્રુંજી નદીને ઇકો ઝોન જાહેર કરી છે. તેમને સરદાર વલ્લભભાઈ પટેલને ટાંકતા જણાવ્યું હતું કે ” કાળજું સિંહનું રાખો અને ઘરની વાત ઘરમાં રાખો “. તેમને જણાવ્યું હતું કે સિંહ દર્શન દુર્લભ છે પણ ગળધરા ખોડિયાર – ધારી નજીક આંબરડી સફારી પાર્કમાં આસાનીથી સિંહ દર્શન કરી શકાય છે. સરકાર સિંહ ના રક્ષણ માટે કટિબદ્ધ છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે તેનું રક્ષણ કરીએ તેમ તેણે અંતમાં જણાવ્યું હતું.
ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.પી.કે.ત્રિવેદીએ સૌને શપથ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા.ડો.જે. ડી. સાવલિયાએ કર્યું હતું. આ તકે સમગ્ર ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમ આઈ.કયું.એ.સી. કોઓરડીનેટર પ્રા.ભારતીબેન ફીણવિયાએ જણાવ્યું હતું.
Recent Comments