અમરેલી

કોમર્સ કોલેજ – અમરેલીમાં સાયબર સિકયુરિટી અંગે સેમિનાર યોજાયો. વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ કરાયું.

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન – અમરેલી  દ્વારા સાયબર અવેરનેસ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં આ વિભાગના નૈતિકભાઈ બાબરીયા અને સમીરભાઈ ખાન ઉપસ્થિત રહયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનું સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતું. સંસ્થા વતી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તળાવીયાએ કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ ઓફિસર ડો.એ.બી.ગોરવાડીયા અને એન.સી.સી.ઓફિસર પ્રા.વિલ્સન વસાવાએ જહેમત ઉઠાવી હતી તેમ આઈ.ક્યુ.એ.સી.ના કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts