કોમર્સ કોલેજ ખાતે વિકાસ સપ્તાહ ૨૦૨૪ અંતર્ગત વિકાસ શપથ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે તારીખ ૯ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને વિકાસના શપથ લેવડાવવામાં આવ્યા હતા તથા ‘મારી દ્રષ્ટિએ વિકસિત ભારત’ વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં એફ.વાય. બી.કોમ.માં અભ્યાસ કરતા કાનાણી બ્રિજ પ્રથમ ક્રમે રહ્યા હતા. તેને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ તથા ચિત્ર સ્પર્ધાનુ સંચાલન કોલેજના એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. જે. એમ. તળાવીયા તથા પ્રો. ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર ડબલ્યુ. જી. વસાવાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રો. ડો. એમ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેમ આઇ.કયુ.એ.સી. કોઓર્ડીનેટર ભારતીબેન ફીણવિયાએ જણાવ્યું હતું.
Recent Comments