fbpx
બોલિવૂડ

કોમેડિયન ખ્યાલી સામે ૨૫ વર્ષની મહિલાએ કથિત રીતે બળાત્કારનો કરવાનો કેસ નોંધાયો

ધ લાફ્ટર ચેલેન્જ’થી પ્રખ્યાત થયેલા કોમેડિયન ખ્યાલી સામે બળાત્કારનો કેસ નોંધાયો છે. રિપોર્ટ્‌સ અનુસાર, ૨૫ વર્ષની મહિલાએ કથિત રીતે બળાત્કારનો કરવાનો મામલો કોમેડિયન પર કેસ કર્યો છે. પોલીસના કહ્યા અનુસાર, આ ઘટના ૩ દિવસ પહેલા હોટલમાં બની હતી. જ્યાં કોમેડિયન ખ્યાલીએ નોકરી આપવાના બહાને છોકરી અને એક દોસ્તને જયપુરની હોટલમાં બોલાવી હતી. સામે આવેલી જાણકારી અનુસાર, કોમેડિયન ખ્યાલીએ હોટલમાં બોલાવ્યા બાદ મહિલા અને તેની મિત્રને જબરદસ્તી બીયર પીવડાવ્યુ હતું અને પછી નશાની હાલતમાં મહિલા સાથે કથિત રીતે બળાત્કાર કર્યુ હતું.

રિપોર્ટ્‌સ અનુસાર, મહિલાની ફરિયાદ બાદ કોમેડિયન ખ્યાલીની સામે ભારતીય દંડ સંહિતાની ધારા ૩૭૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ મહિલાની પણ તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્‌સ અનુસાર, પોલીસનું કહેવું છે કે ઘટનાના એક દિવસ બાદ આ મામલાની એફઆઈઆર નોંધવામાં આવી છે. રિપોર્ટ્‌સ અનુસાર, પીડિતા રાજસ્થાનના શ્રીગંગાનગરની રહેવાસી છે અને એક ગુટખા ફર્મમાં માર્કેટિંગ એગ્ઝીક્યુટીવ રીતે કામ કરનારી એક અન્ય મહિલા સાથે આશરે એક મહિના પહેલા કોમેડિયનના સંપર્કમાં આવી હતી.

ત્યારબાદ બંને મહિલા કોમેડિયન ખ્યાલીને મળવા માટે જયપુરની હોટલમાં પહોંચી હતી. જ્યાં કોમેડિયને બે રુમ બુક કરાવ્યા હતાં, જેમાં એક તેના માટે હતો અને બીજાે બંને મહિલાઓ માટે હતું. રિપોર્ટ્‌સ અનુસાર, કોમેડિયન ખ્યાલીએ જબરદસ્તી બંને મહિલાઓને બીયર પીવાનું કહ્યુ અને પોતે પણ પીધું. ત્યારબાદ બંનેમાંથી એક મહિલા કોમેડિયન સાથે રુમમાં ગઈ અને કથિત રીતે ત્યાં પીડિતા સાથે ખરાબ કૃત્ય આચરવામાં આવ્યુ. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts