કોમેડિયન શ્યામ રંગીલા ની થશે રાજકારણમાં એન્ટ્રી, વારાણસી લોકસભા સીટ પરથી પીએમ નરેન્દ્ર મોદી સામે લડશે ચૂંટણી
પ્રખ્યાત કોમેડિયન શ્યામ રંગીલા ની હવે થવા જઈ રહી છે રાજકારણમાં એન્ટ્રી, શ્યામ રંગીલાએ જાહેરાત કરી છે કે તેઓ ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે. તેમણે પોતે સોસિયલ મીડિયા એક્સ પરના એક વીડિયોમાં આ જાહેરાત કરી હતી.
કોમેડિયન શ્યામ રંગીલાએ પણ પોતાના વીડિયો પોસ્ટમાં કહ્યું કે, વારાણસીના લોકો મને બોલાવી રહ્યા છે. મને ઘણો પ્રેમ મળ્યો છે. જ્યારે મેં આની જાહેરાત કરી અને તે પછી મને લોકો તરફથી જે પ્રેમ મળ્યો ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતો. હું બહુ જલ્દી વારાણસી આવી રહ્યો છું. શ્યામ રંગીલાએ કહ્યું કે તેઓ ચૂંટણીને લઈને ઉત્સાહિત છે પરંતુ તેઓ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે તેથી તેમને લોકોના સમર્થનની જરૂર છે. તેમણે કહ્યું, મને ખબર નથી કે ચૂંટણીમાં નોમિનેશન કેવી રીતે ભરવું, ત્યાં કેવી રીતે કામ કરવું. મને તમારા બધાના તન, મન અને ધનની પણ જરૂર પડશે.
શ્યામ રંગીલાએ પોતાના સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરતા કહ્યું કે, હું મારા મનની વાત કરવા આવ્યો છું. તમારા મનમાં સવાલ એ છે કે શું શ્યામ રંગીલા વિશે જે સમાચાર સાંભળી રહ્યા છીએ તે સત્ય છે. શું તે મજાક નથી ને?” હાસ્ય કલાકાર છે મજાક કરતો હશે, પણ આ મજાક નથી, હું વારાણસીથી અને મોદીજી સામે ચૂંટણી લડી રહ્યો છું.
વધુમાં, તેમણે કહ્યું, તમે વિચારતા હશો કે આની શું જરૂર હતી…ભારતની લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. હું ચૂંટણી લડી રહ્યો છું તેનું એક કારણ છે. તાજેતરમાં જે કંઈ સુરતમાં થયું, જે ચંદીગઢમાં થયું. જે ઈન્દોરમાં થઈ રહ્યું છે, મને લાગે છે કે તે ત્યાં ન થાય… જો કોઈ વ્યક્તિ કોઈની વિરુદ્ધ મત આપવા માંગે છે, તો તેને મત આપવાનો અધિકાર છે, ઓછામાં ઓછું કોઈનું નામ ઈફસ્ પર હોવું જોઈએ, પરંતુ મને ડર છે કે ક્યાંક ત્યા પણ આવું ન થાય. સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જવાથી મોટી અસર પડશે.
Recent Comments