કોરનાની મહામારી ટળી નથી, કોરોના સામે જિલ્લાની જીત એ દેશની જીત છેઃ મોદી, જીવન બચાવાની સાથે જીવનને સરળ પણ બનાવાનું છે, જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ કમાન્ડ ગણાવતા મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાના વધતા કેસથી પ્રભાવિત ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લાના ડીએમની સાથે મીટિંગ કરી. વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આપણે ગામડાંઓમાં સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ દરમ્યાન પીએમ મોદીએ કોરોના વાયરસનને ધુતારો અને બહુરૂપિયો પણ કહ્યો. આપને જણાવી દઇએ કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત બાકીના રાજ્યોના સીએમ પણ સામેલ થયા.
જિલ્લા અધિકારીઓ સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ ધુતારો અને બહુરૂપિયો છે. આ વાયરસ મ્યુટેશનમાં પોતાનું રૂપ બદલવામાં માહેર છે. તો આપણા સ્ટ્રેટેજિક ડાયનેમિક હોવા જાેઇએ. છેલ્લાં કેટલાંક સમયથી દેશમાં એક્ટિવ કેસ ઓછા થવાનું શરૂ થઇ ગયું છે, પરંતુ આપણને આ દોઢ વર્ષમાં અનુભવ થયો કે જ્યાં સુધી આ સંક્રમણ માઇનોર સ્કેલ પર પણ હાજર છે ત્યાં સુધી પડકારો બની રહે છે.
પીએમ મોદીએ કહ્યું કે મહામારી જેવી આપત્તિની સામે સૌથી વધુ અગત્યતા આપણી સંવેદનશીલતા અને આપણા હોંસલાની જ હોય છે. પીએમ મોદીએ અધિકારીઓને કહ્યું કે આ ભાવનાથી તમે જન જન સુધી પહોંચીને તમે જેમ કામ કરી રહ્યા છો તેને વધુ તાકાત અને વધુ મોટાપાયા પર કરતાં જ રહેવાનું છે. આપણે ગામડાંઓમાં ધ્યાન આપવાની જરૂર છે.
પીએમ મોદીએ કહ્યું કે વહીવટીતંત્રની હાજરીથી ગ્રામ્યજનોનું મન બદલાય છે. લોકોની અંદર સાહસ આવી જાય છે. આ જ કારણ છે કે કોરોના સંકટ દરમ્યાન જિલ્લા અધિકારીઓની જવાબદારી વધી ગઇ છે.
પીએમ મોદીએ જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરતાં કહ્યું કે જીવન બચાવાની સાથો સાથ આપણી પ્રાથમિકતા જીવનને સરળ બનાવી રાખવાનું પણ છે. ગરીબો માટે મફત રાશનની સુવિધા હોય, બીજુ જરૂરી પુરવઠો હોય, કાળાબજાર પર નિયંત્રણ આવે, આ બધું આ લડાઇને જીતવા માટે પણ જરૂરી છે અને આગળ વધવા માટે પણ જરૂરી છે.
આની પહેલાં બેઠકમાં પીએમ મોદીએ જિલ્લા કલેકટરોને ફિલ્ડ કમાન્ડર ગણાવતા કહ્યું હતું કે કોરોનાની સામે આ યુદ્ધમાં તમે બધા લોકો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં છો. પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં જેટલા જિલ્લા છે એટલા જ અલગ-અલગ પડકારો છે. એક રીતે દરેક જિલ્લાના પોતાના આગવા પડકારો છે. તમે તમારા જિલ્લાના પડકારોને ખૂબ જ સારી રીતે સમજાે છો. આથી જ્યારે તમારો જિલ્લો જીતે છે તો દેશ જીતે છે.
Recent Comments