સાવરકુંડલા અને ચલાલા ના ત્રણ તથા રાજુલા ના ચાર હોમગાર્ડ જવાનો ને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
કોરોનાં વાયરસ ની મહામારી અને તોકતે વાવાઝોડા જેવી આપતિ માં સતત ખડેપગે રહી પ્રસંશનિય કામગીરી કરી ફરજ બજાવી રહેલા અમરેલી જીલ્લાના સાવરકુંડલા અને ચલાલા ના ત્રણ ત્રણ જવાનો તથા રાજુલા ના ચાર હોમગાર્ડ જવાનો નું ભાવનગર વિભાગ ના રેન્જ આઈ.જી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સા.શ્રી ના વરદ હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે અમરેલી જીલ્લા હોમગાર્ડ દળ નું નામ રોશન કરનાર હોમગાર્ડ જવાનો ને જીલ્લા કમાન્ડન્ટ અશોક જોષી, ઑફિસર કમાંન્ડિગ સર્વશ્રી સાવજ,ગોહિલ વગેરે દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ તેમ સેક્શન લીડર અમિતગિરિ ગૌસ્વામી ની યાદી જણાવેલ છે.
Recent Comments