કોરોનાએ વેડિંગ શૂટિંગની દશા બગાડી, ફોટો-વીડિયો ગ્રાફરનાં ધંધા થયા ઠપ્પ
કોરોના વાયરસે નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓની ઊંઘ બગાડી હતી. લોકોના ધંધા ઉપર તેની જબરદસ્ત અસર પડી હતી. દેશમાં પહેલા લોકડાઉન લાગ્યું હતું ત્યારે દેશની હાલત ખુજ દયનિય બની હતી.પછી અનલોક -૧ અને અનલોક-૨ લાગુ થયા બાદ દેશની આર્થિક પરિસ્થિતિ માંડ માંડ પાટે ચડી જ રહી હતી ત્યાં ફરીથી કોરોનાએ લોકોને હેરાન પરેશાન કરવાનું શરુ કરી દીધું હતું.જેના કારણે દેશમાં અનેક જગ્યાએ નાઈટ કર્ફયુ નો એલાન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હાલ અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કર્ફયુ યથાવત છે. જેના કારણે લોકો પોતાના કાર્યો દિવસભરમાં પૂર્ણ કરવાની ભાગદોડ કરતા હોય છે. રાત્રે કર્ફયુ હોવાને કારણે લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હવે દિવસે યોજાઈ રહ્યો છે. સરકારી ગાઈડ લાઈન મુજબ ૧૦૦ જેટલા લોકોનીજ પરવાનગી લગ્ન પ્રસંગ માટે આપવામાં આવી છે. જેના કારણે લોકો ખુબજ ઓછા લોકોને લગ્નમાં બોલાવી રહ્યા છે.
અને જરૂરિયાત મુજબના ખર્ચ કરીને જેટલું બને તેટલું કાયદાની મર્યાદામાં રહીને લગ્ન પ્રસંગ યોજી રહ્યા છે. જેના કારણે વેડિંગ શૂટિંગનો ધંધો જાણે પડી ભાગ્યો છે. ગત નવેમ્બર અને ડિસેમ્બરમાં અમદાવાદમા તમામ ધર્મોમાં મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગ યોજાયા હતા.જાેકે, ફોટો અને વીડિયોગ્રાફરને વેડિંગના ઓર્ડર ખુબજ ઓછા મળ્યા હતા. ઓછી આવક અને ઘરની જવાબદારી પુરી કરવા માટે જરૂરી ખર્ચ વધી રહ્યા છે જેને પુરા કરવા માટે વિડીયો અને ફોટો શૂટિંગ કરતા વ્યક્તિઓને દિવસે તારા દેખાય રહ્યા છે.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા રશીદ ભાઈ શેખે મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે, વેડિગ શૂટિંગનો ધંધો અમારો પેઢીનો ધંધો છે. કેમેરો અમારા માટે રોજી છે તેનાથી અમારો ઘરનો ગુજરાન ચાલે છે. વર્ષ ૨૦૨૦ પહેલા અમને લગ્નગાળામાં વેડિંગ શૂટિંગના ખુબજ સારા ઓર્ડર મળતા હતા. પરંતુ ,વર્ષ ૨૦૨૦ માં કોરોના, લોકડાઉન અને પછી રાત્રી કર્ફયુના કારણે અમને વેડિંગ શૂટિંગના ઓર્ડર ખુબજ ઓછા મળ્યા હતા. ઘરનો ખર્ચો ખુબજ વધારે છે અને ૬ મહિનાથી ધંધો બંધ હતો એટલું દેવું કરીને ઘર ચલાવી રહ્યા હતા. જે દેવું ચૂકવવા માટે સામે એટલા વેડિંગ ના ઓર્ડર નથી આવી રહ્યા છે જેના કારણે અમને ખુબજ તકલીફ નડી રહી છે.
Recent Comments