ગુજરાત

કોરોનાકાળમાં ૫૦થી વધુ સંગીતકારો ફૂડ ડિલિવરી તથા નાસ્તાની લારી ખોલવા મજબૂર બન્યા

કોરોનાનો બીજાે વેવ ભલે પૂરો થવાને આરે હોય પણ તબલા-ઢોલ, કી પ્લેયર કે અન્ય વાદ્યો વગાડતા સંગીતકારો સવા વર્ષથી કાર્યક્રમો અને કામ વિના અટવાઇ ગયા છે. આવા ૫૦થી વધુ સંગીતકારો ફૂડ ડિલિવરી કરવા કે નાસ્તાની લારી ખોલવા કે સંગીત સિવાયની કામગીરી કરવા મજબૂર બન્યા છે. વિશ્વ સંગીત દિવસની પૂર્વ સંધ્યાએ કેટલાક સંગીતકારો તેમની હાલત વિશેની જાણ થઇ હતી.

ધવલ રાવલે કહ્યું, હું ૧૭ વર્ષથી કાર્યક્રમોમાં ઢોલક-તબલાં વગાડતો હતો. કોરોનામાં કાર્યક્રમો બંધ થતાં વચ્ર્યૂઅલ કાર્યક્રમ કર્યા,તે પણ બંધ થતાં સેન્ડવિચની લારી ચલાવું છું. સંપૂર્ણ આવક બંધ થઇ ગઇ હતી તેના કરતાં થોડી રાહત છે.

ધવલ કંસારાએ કહ્યું, કોરોનાને લીધે કામ બંધ થતાં આજવા રોડ વિસ્તારમાં મેટલ વર્કની શોપ પર કામ શરૂ કર્યું હતું. ત્યાં સંચાલકનું મોત થતાં કેટલાક મહિનાથી ઘરે છું. સરકાર કફ્ર્યૂનો ટાઇમ રાત્રે ૧૧ કે ૧૨ વાગ્યાનો કરે તો કામ મળે.

સંજય પરિહારે જણાવ્યું, અગાઉ મહિને ૨૦થી ૨૨ કાર્યક્રમ થતા હતા. સ્કૂલમાં સંગીત ટીચરની જાેબ હતી તે પણ બંધ થઇ ગઇ, સ્કૂલે પગાર પણ ન આપ્યો. તેથી ફૂડ ડિલિવરીની જાેબ શરૂ કરી. અન્ય શહેરમાં સ્થાયી થવાનું આયોજન છે.

હિરક દેસાઇએ કહ્યું, કોરોનામાં કામ બંધ થતાં ઝોમેટોની નોકરી સ્વીકારી. મારા પિતા પણ સંગીતકાર હોવા છતાં પેઇન્ટિંગની આવડત હોવાથી તે તરફ વળ્યા છે. સરકારે સંગીતકારો કફોડી હાલતમાં ન મૂકાય તેવું આયોજન કરવું જાેઇએ.

Follow Me:

Related Posts