રાષ્ટ્રીય

કોરોનાથી પતિનું મૃત્યુ થયા બાદ પત્નીએ કરી આત્મહત્યા

નાંદેડમાં કોરોનાથી પતિનું મૃત્યુ થયા બાદ ૩૩ વર્ષની મહિલાએ તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. મહિલાનો ત્રણ વર્ષનો પુત્ર પણ તેની પાછળ પાછળ ગયો હતો અને તે પણ તળાવમાં ડૂબી ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર તેલંગણાનો ૪૦ વર્ષનો મજૂર કામની શોધમાં નાંદેડના લોહા ખાતે આવ્યો હતો, જ્યાં તેને કોરોના થયો હતો.

દરમિયાન ૧૩ એપ્રિલે સરકારી હોસ્પિટલમાં મજૂરનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આથી મજૂરની ૩૩ વર્ષની પત્નીએ બુધવારે લોહા ખાતે તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. દંપતીને ત્રણ સંતાન હોઇ ત્રણ વર્ષનો પુત્ર પણ માતાની પાછળ પાછળ ગયો હતો અને તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

Follow Me:

Related Posts