ગુજરાત

કોરોનાનની સાઇટ ઇફેક્ટ, ‘મને મન્ચુરિયન હવે કોરોનાના જીવાણુ જેવા લાગે છે’,

શહેરમાં ચારેબાજુ લોકોની લાઈન લાગી છે. કોઈ મેડિકલમાં દવા લેવા લાઈનમાં ઊભું છે તો કોઈ હોસ્પિટલમાં દાખલ થવા માટે, કોઈ ઓક્સિજન-સિલિન્ડર લેવા લાઈનમાં ઊભું છે તો કોઈ સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવા માટે. આવી અત્યંત ગંભીર પરિસ્થિતિમાં લોકો શારીરિકની સાથે સાથે માનસિક રીતે પણ ભાંગી પડ્યા છે અને પોતાના મનની વાત કહેવા કે સમસ્યાનું સમાધાન શોધવા મનોવિજ્ઞાન ભવનની હેલ્પલાઈનમાં ફોન કરીને જુદી જુદી સમસ્યા વર્ણવે છે. ક્યારેક તો લોકો રડતાં રડતાં પોતાની કરુણ, દર્દભરી સ્થિતિ કહે છે ત્યારે કાઉન્સેલિંગ કરનાર પણ ઢીલા પડી જાય છે.
૮ દિવસથી શાકભાજી, દૂધ કે કાંઈ લીધું નથી


આ વર્ષે મારા પતિ એટલા ગભરાઈ ગયા છે કે પોતે ઘરની બહાર નીકળતા નથી અને કોઈને નીકળવા નથી દેતા. ૮ દિવસથી અમે કોઈ શાકભાજી, દૂધ, છાશ કે દહીં કાંઈ લીધું નથી. ચટણી રોટલી ખાઈએ છીએ. તેમને એમ જ છે કે કોરોના મારા પપ્પાને થયો હતો ને મૃત્યુ પામ્યા એટલે હું ને મારાં બાળકો મરી જઇશું.


મારે સૂવું છે, મને નીંદર આવે એવું કંઈક કરો
ઘણા અધિકારીઓ અને રાજકારણીઓ સાથે મારે અંગત સંબંધ છે છતાં સગાને હોસ્પિટલમાં દાખલ કરવામાં મને મુશ્કેલી પડી. મારી આટલી ઓળખાણ છે તોય આ સ્થિતિ છે તો જેને ઓળખાણ કે રૂપિયા નહીં હોય તેની શું હાલત થતી હશે. હું કાલનો સૂતો નથી, મારે સૂવું છે, મને નીંદર આવે એવું કંઈક કરો.


મારે આમ કમોતે નથી મરવું
ટીવી, ન્યૂઝ અને લોકમુખે એક જ વાત સંભળાય છે કે હોસ્પિટલ બધી જ ફુલ થઇ ગઈ છે. ક્યાંય દર્દીઓ માટે જગ્યા નથી, હું કે મારો પરિવાર બીમાર પડીશું તો શું થશે? મારે આમ કમોતે નથી મરવું, મને કંઈક ઉપાય કહો.


મારા રાજકોટને બચાવી લો
મનોવિજ્ઞાનમાં હિપ્નોટાઈઝ થતું હોય છે. તમે આખા રાજકોટને હિપ્નોટાઈઝ કરી દ્યો, જેથી કોઈને બીમારી જ ન આવે. મને ડર છે કે મારું રંગીલું રાજકોટ રઝળી ન પડે. પ્લીઝ, મને અને મારા રાજકોટને બચાવી લ્યો. એમ કહી રડ્યા.


ઊંઘમાં હે રામ.. ગાયા કરે છે
મારા પતિને હમણાં વિચિત્ર ટેવ પડી ગઈ છે, રાતના ઊંઘમાં હે રામ, હે રામ, તૂ હી જગદાતા.. એવું ગાયા કરે છે. હું જગાડું તો કહે, હું કાંઈ બોલતો નથી. છેલ્લા ઘણા દિવસોથી આવી રીતે ઊંઘમાં જ ગીત ગાયા કરે છે.

Follow Me:

Related Posts