કોરોનાના કપરા બે વર્ષ વીત્યા બાદ ગણપતિ મહોત્સવ ઉજવવા માટે ભક્તોમાં આશાઓ અને ઉમંગનો થનગનાટ
કોરોના નો વૈશ્વિક મહામારી માંથી માંડ ઉગરેલા લોકોની મોંઘવારી માંથી પણ વિધ્નહર્તા ગણેશ મુક્તિ અપાવે તેવી અભિલાષાઓ વચ્ચે આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ ધામધુમે ઉજવાશે. કોરોના ના કપરા બે વર્ષના કાળ વીત્યા બાદ ગણપતિ મહોત્સવ ઉજવવા માટે ગણેશ ભક્તોમાં આશાઓ અને ઉમંગનો થનગનાટ જોવા મળે છે પણ સાથે કાળઝાળ મોઘવારીને કારણે ગણપતિની મૂર્તિઓના ભાવો વધવા છતાં ગણેશ ઉત્સવ ઉજવાતા ભક્તો ઓછા વતે ગણપતિની મૂર્તિઓ ખરીદી રહ્યા છે.
અવનવા આકાર અને અવનવી વેરાયટીઓમા ગણપતિ બાપાના રંગરોગાન અને કલાત્મક જોવા મળતી ગણપતિ બાપાની મૂર્તિઓના ભાવો પણ કાળઝાળ મોંધવારીમાં વધ્યા છે જે બે વર્ષ પહેલા જે ગણપતિ બાપાની મૂર્તિઓન ભાવો હળવા લાગતા હતા તે જ મૂર્તિઓના ભાવો ગણેશ ભક્તોને આ વખતે પરવડી રહ્યા નથી પણ કોરોના ના બે વર્ષના કપરા કાળ વીત્યા બાદ વિધ્નહર્તા ગણેશ નું સ્થાપન કરવા આકુલ વ્યાકુળ બનેલા ગણેશ ભક્તો ઓછા વતા ભાવો કરીને પણ આ વર્ષે ગણેશજી નું સ્થપાન કરીને મોંઘવારીની મુક્તિની પ્રાર્થના કરી રહ્યા છે.
કોરોનાના કપરા કાળમાં ગણપતિ બાપા નું સ્થાપન કે ઉત્સવ ન ઉજવી શકેલા ગણેશ ભક્તો આ વર્ષે ગણપતિની જે મૂર્તિઓ હાલ 2 હજારથી લઈને 10 હજાર સુધીની મળે છે અતિ ઝીણવટભરી કારીગરી ને કલાત્મક અને આંખોને નયનરમ્ય લાગે તેવા અલગ અલગ ગણપતિ બાપાની મૂર્તિઓ સુંદર છે સાથે ભાવો પણ મોંઘવારીને કારણે આસમાને હોય ત્યારે છેક પાલીતાણાથી અમરેલી, સાવરકુંડલા, રાજુલા, બાબરા, ધારી સહિતના ગામોમાં ગણપતિ વેચનારા કારીગરો ચાર મહીનાની મહેનતમાં કલર, માટીકામ ને નકશીકામ સહિતના રો મટીરીયલસમાં ભાવ વધારો હોવાથી ગણપતિ બાપા મોંઘા લાગતા હશે પણ કારીગરી અદભુત ને ઉડીને આંખે વળગે એવી છે.
Recent Comments