કોરોનાના કહેર વચ્ચે માનદ વેતન મુદ્દે ડોક્ટરો હડતાળ પર ઉતર્યાં
અમદાવાદમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. ટેસ્ટ કરાવવા માટે ટેસ્ટિંગ ડોમમાં લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે. તેવામાં બીજી બાજુ સંક્રમણ વધતાં અને દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તંત્ર દ્વારા ધડાધડ એક બાદ એક ર્નિણયો લેવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં નોન કોવિડ ઓપીડી બંધ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ સરકાર કોરોના ડ્યુટી માટે ડોક્ટર્સને ૨૫ હજારના માનદ વેતન આપવાની જાહેરાત કરી હતી. પણ એક વર્ષ થવા છતાં પણ આ વેતન ન અપાતાં ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે
.
અમદાવાદમાં કોરોના કેસો વધતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે હવે સિવિલ હોસ્પિટલમાં નોન કોવિડ ઓપીડી બંધ કરી દેવામાં આવી છે. અને તમામ સ્ટાફને કોવિડ ડ્યુટીમાં મુકી દેવામાં આવ્યો છે. સિવિલના સુપ્રિટેન્ડેન્ટે કહ્યું કે, ગંભીર દર્દીઓ આવતાં હોવાથી સિવિલમાં મૃત્યુદર ઊંચો જાેવા મળી રહ્યો છે. અને સિવિલમાં થતાં મોત અંગે એનાલિસિસ કરવામાં આવશે. અને આજે સિવિલ હોસ્પિટલમાં કે.કૈલાસનાથનની અધ્યક્ષતામાં સિવિલમાં બેઠક યોજવામાં આવી હતી.
તો બીજી બાજુ કોરોના કેસોમાં વધારો થવાને કારણે અગાઉની જેમ સમરસ હોસ્ટેલને કોવિડ કેરમાં ફેરવવાની તૈયારીઓ તંત્રએ શરૂ કરી દીધી છે. માઈલ્ડ લક્ષણો ધરાવતાં કોરોના દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં મુકવામાં આવશે. જેને કારણે હોસ્પિટલમાં બેડની સંખ્યાની અછત ન સર્જાઈ. આ માટે બોય્ઝ હોસ્ટેલને ખાલી કરી દેવામાં આવી છે. અને તેને હવે કોર્પોરેશનને સોંપી દેવામાં આવશે.
Recent Comments