fbpx
અમરેલી

કોરોનાના કારણે આ વર્ષે પણ સૌરાષ્ટ્રના લોકમેળા નહીં થાય

અમરેલીમા ફોરવર્ડ સ્કુલ અને નુતન સ્કુલ એમ બે સ્થળે આઠમનો લોકમેળો યોજાઇ છે જે આ વર્ષે પણ નહી યોજાઇ. આવી જ રીતે સાવરકુંડલામા આંખની હોસ્પિટલ ખાતે યોજાતો આઠમનો મેળો કે રાજુલામા પુંજાબાપુ ગૌશાળાના લાભાર્થે રૂદ્રગણ ગૃપનો આઠમનો મેળો પણ નહી યોજાઇ. બાબરામા નિલકંઠ મહાદેવના સાંનિધ્યમા યોજાતા ભાદરવી અમાસના મેળાને પણ મંજુરી નહી આપવાનો તંત્રએ ર્નિણય કર્યો છે. એકંદરે નાના મોટા મળી ૧૫ લોકમેળાઓ આ વર્ષે પણ નહી યોજાય.કોરોનાની બીજી લહેર અમરેલી જિલ્લામા ખતરનાક રહી હતી. અને હજુ આવનારા સમયમા ત્રીજી લહેરનો ખતરો પણ ઝળુંબી રહ્યો છે. લોકમેળાઓમા હજારો લોકોની ભીડ ઉમટતી હોય અને કોરોના ગાઇડ લાઇન જળવાઇ તેવી કોઇ શકયતા ન હોય તંત્ર મેળાઓને મંજુરી આપવાનુ નથી. આવનારા સમયમા ગણપતિ મહોત્સવ કઇ રીતે યોજાશે તે માટે સરકારે ગાઇડ લાઇન અગાઉથી જાહેર કરેલી છે. પવિત્ર શ્રાવણ માસનુ બીજુ પખવાડીયુ એટલે અમરેલી જિલ્લામા જાણે લોકમેળાઓનો દોર ગણાય છે. પરંતુ સતત બીજા વર્ષે આ લોકમેળાઓને કોરોનાનુ ગ્રહણ લાગ્યું છે.

જેને પગલે આવતા એક પખવાડીયામા જિલ્લાના જુદાજુદા વિસ્તારમા યોજાનારા ૧૫ લોકમેળાને મંજુરી નહી આપવાનો તંત્રએ ર્નિણય લીધો છે.જિલ્લામા જુદાજુદા શહેરોમા વિવિધ સંસ્થાઓ કે ધર્મસ્થાનોના લાભાર્થે આ લોકમેળાઓ દર વર્ષે યોજાઇ છે. જે પૈકી અમરેલી, સાવરકુંડલા, રાજુલા અને બાબરા જેવા શહેરોમા તો પરંપરાગત યોજાતા મેળામા હૈયેહૈયુ દળાય તેવી ભીડ જામે છે. જિલ્લામા સૌથી વધુ લોકમેળાઓ સાતમ આઠમના તહેવારમા યોજાય છે. આ ઉપરાંત નાગપંચમી અને ભાદરવી અમાસ નિમીતે પણ લોકમેળાઓ યોજાઇ છે. પરંતુ ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ કોરોનાના કારણે આ લોકમેળાનુ આયોજન નહી થઇ શકે. જયારે નવરાત્રીના આયોજન અંગે હજુ સરકાર દ્વારા કોઇ ર્નિણય લેવાયો નથી. બગસરામા વાંજા જ્ઞાતિના પાર્ટી પ્લોટમા આઠમનો મેળો, બાબરામા પંચકુંડની જગ્યામા ભાદરવી અમાસનો મેળો, રાજુલાના લુણસાપુરમા નાગપાંચમનો મેળો,

રાજુલામા રૂદ્રગણ ગૃપનો આઠમનો મેળો, બારમણમા શામળીયા મહાદેવનો મેળો, સરકેશ્વરમા ભાદરવી અમાસનો મેળો, સાવરકુંડલામા આંખની હોસ્પિટલના મેદાનમા આઠમનો મેળો, દામનગરમા કુંભનાથ મહાદેવ ખાતે આઠમનો મેળો, લીલીયામા નિલકંઠ મહાદેવ તથા અંટાળેશ્વર મહાદેવ ખાતે આઠમનો મેળો, વડીયામા શિતળા મંદિરનો આઠમનો મેળો, ખાંભામા શિતળા મંદિરનો સાતમનો મેળો અને રાયડી ડેમ નજીક શામળીયા મહાદેવ ખાતે આઠમનો મેળો અને અમરેલીના બંને લોકમેળા નહી યોજાય. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ કે લોકમેળાઓમા ભારે ભીડ એકઠી થાય છે. જેના કારણે કોરોના ગાઇડ લાઇનનુ પાલન કરાવવુ મુશ્કેલ છે. જેથી આ વર્ષે અમરેલી જિલ્લામા એકપણ લોકમેળાને મંજુરી આપવામા આવશે નહિ. અમરેલીમા લાયન્સ કલબ કે સારહી કલબ જેવી સંસ્થાઓ મેળાની આવક સેવા પ્રવૃતિમા વાપરે છે. વડીયા અને રાજુલાના મેળા ગૌશાળાના લાભાર્થે થાય છે. બાબરાનો મેળો મંદિરના લાભાર્થે થાય છે. આવા લોકમેળાની આવક નહી મળવાથી સેવાકીય પ્રવૃતિ પર અસર પડશે.

Follow Me:

Related Posts