fbpx
રાષ્ટ્રીય

કોરોનાના કેસમાં ફરી વધારો જાેવા મળ્યો: દિલ્હીમાં ૧૫૦૦ કેસને પાર, મુંબઈમાં કોરોનાના દૈનિક કેસ ૨ હજારથી વધુ નોંધાયા

મુંબઈમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨,૦૮૭ નવા દર્દીઓ સંક્રમિત જાેવા મળ્યા છે. જ્યારે ૧ દર્દીનું મોત થયું છે. સંક્રમિત ૨૦૮૭ મળેલા કુલ દર્દીઓમાં ૯૫ ટકા એટલે કે ૧૯૯૨ દર્દીઓમાં કોરોનાના લક્ષણો નથી જાેવા મળ્યા. મુંબઈ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કુલ ૨૪,૮૨૫ બેડ ઉપલબ્ધ છે. જેમાંથી હાલ ૬૫૨ પથારીનો સારવાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, મ્સ્ઝ્ર દ્વારા આજે કુલ ૧૫,૦૨૬ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં મુંબઈમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ ૯૭ ટકા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૦૪ નવા કેસ નોંધાયા છે. જેમાંથી ૨,૦૮૭ કેસ મુંબઈના છે. જાે રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં ૧૬ દર્દીઓના મોત થયા છે. શનિવારે અહીં ૩૮૮૩ દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે ૨ દર્દીઓના મોત થયા હતા. બીજી તરફ જાે રાજધાનીની વાત કરીએ તો દરેક પસાર થતા દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અહીં સતત પાંચમા દિવસે એક હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૩૦ કેસ નોંધાયા છે, જ્યારે ત્રણ સંક્રમિતોના મોત થયા છે.

હાલમાં દિલ્હીમાં પોઝિટિવ રેટ ૮.૪૧% છે. અહીં ગઈકાલે એટલે કે ૧૮ જૂન શનિવારના રોજ કોરોનાના ૧,૫૩૪ કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીઓના મોત થયા હતા. આ પહેલા શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના ૧,૭૯૭ કેસ નોંધાયા હતા. શનિવાર સતત ચોથો દિવસ છે જ્યારે દિલ્હીમાં એક દિવસમાં ૧,૩૦૦ થી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કુલ કેસનો આંકડો ૨૦૦ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૨૪૪ કેસ નોંધાયા છે. બીજી તરફ ૧૩૧દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જાે કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ ૧૧૭ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને ૯૯.૦૦ ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના ૧૦૯૩૭ ડોઝ અપાયા હતા જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જાેઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૧૭ કેસ, સુરત શહેરમાં ૩૨ કેસ, વડોદરા શહેરમાં ૨૯ કેસ, રાજકોટ શહેરમાં ૧૦, સુરત ૬, વલસાડમાં ૬, ભાવનગર શહેરમાં ૫, વડોદરા ૫, ભરુચ ૪, સુરેન્દ્રનગર ૪, અમદાવાદ ૩, આણંદ ૩, ગાંધીનગર ૩, ગાંધીનગર કોર્પોરેશન ૩, જામનગર કોર્પોરેશન ૩, મહેસાણા ૩, નવસારી ૩, ખેડા ૨, ભાવનગર ૧, જામનગર ૧ અને કચ્છમાં ૧ કેસ નોંધાયો છે.

Follow Me:

Related Posts