રાષ્ટ્રીય

કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૯૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા, ૨૭ દર્દીઓના મોત જેમાં ૬ ગુજરાતના દર્દીઓ છે સામેલ

સ્વાસ્થ્ય મંત્રીએ ફરી એકવાર કોરોના સામેની લડાઈમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગની ફોર્મ્યુલા પર કામ કરવા કહ્યું, કોરોનાના ટેસ્ટિંગ ની સંખ્યા એક લાખથી વધુ કરવામાં આવી, આરોગ્ય મંત્રીએ સાવચેતી રાખવાની સલાહ પણ આપી.

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ કોરોના દર્દીઓના મોત નોંધાયા છે. એકલા ગુજરાતમાં ૬ દર્દીઓના મોત થયા છે. કોરોનાનો દૈનિક-સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના ૯,૧૧૧ કેસ નોંધાયા છે, જ્યારે ૬,૩૧૩ દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે સક્રિય કેસની સંખ્યા વધીને ૬૦,૩૧૩ થઈ ગઈ છે. આ કુલ નોંધાયેલા કેસના ૦.૧૩ ટકા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૮.૪ ટકા પર પહોંચી ગયો છે.

તે જ સમયે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૪.૯૪ ટકા છે. ૈંૈં્‌ કાનપુરના એક પ્રોફેસરે કહ્યું છે કે જાે આ સ્થિતિ ચાલુ રહી તો આગામી સપ્તાહમાં દરરોજ કોરોનાના ૫૦-૬૦ હજાર કેસ સામે આવી શકે છે. જાે કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અપીલ કરી છે કે કોરોના સંક્રમણથી બચવા સાવચેતી રાખવાની જરૂર છે. દેશમાં ઠમ્મ્.૧.૧૬ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આગામી ૧૦-૧૨ દિવસમાં સંક્રમણના કેસ વધશે. સ્વાસ્થ્ય મંત્રીએ ફરી એકવાર કોરોના સામેની લડાઈમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગની ફોર્મ્યુલા પર કામ કરવા કહ્યું. એક દિવસમાં ટેસ્ટિંગની સંખ્યા વધારીને એક લાખ કરવામાં આવી છે. ૨૪ કલાકમાં ૧૦૮,૪૩૬ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે અત્યાર સુધીમાં ૯૨.૪૧ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ ૯૮.૬૮ ટકા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ અત્યાર સુધીમાં ૪,૪૨,૩૫,૭૭૨ દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૨૮૯ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૩૦ કેસ નોંધાયા છે. જ્યારે ૨૧૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્રણ દર્દીના મોત નીપજ્યા છે. આ ઉપરાંત ૨૩૦૫ દર્દીની તબિયત સ્થિર છે. ૦૩ વેન્ટીલેટર પર છે અને ૨૩૦૯ એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનામાંથી અત્યાર સુધીમાં કુલ ૧૧૦૭૨ દર્દીના મોત નીપજ્યા છે. તો ૧૨ લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૨૩૧ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, ૩૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૨૩૦૯ એક્ટિવ કેસ છે. આ ઉપરાંત ૦૪ જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

Related Posts