કોરોનાના દર્દીઓની સારવાર માટે જસલોક હૉસ્પિટલ સંપૂર્ણપણે સમર્પિત
મુંબઈ મહાનગરમાં કોરોનાના કેસની સંખ્યામાં ભયંકર વધારાને કારણે કોવિડ-૧૯ના દર્દીઓની જ સારવાર માટે સંપૂર્ણપણે જસલોક હૉસ્પિટલને સમર્પિત કરી હોવાનો ર્નિણય બૃહદ્ મુંબઈ મહાનગર પાલિકાએ લીધો હોવાનું જણાવ્યું હતું.
હૉસ્પિટલમાં આગામી દિવસોમાં નોન-કોવિડ-૧૯ના દર્દીઓને સારવાર આપવામાં આવશે નહીં તેમ જ હૉસ્પિટલના મૅનેજમેન્ટને તેનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપવામાં આવે છે, એમ પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું હતું.
મુંબઈ શહેરમાં કોરોનાની બીજી લહેર પછી કોરોનાના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા માટે સૌપ્રથમ વખત જાણીતી હૉસ્પિટલની જાહેરાત કરવામાં આવી છે, એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
નોન-કોવિડ-૧૯ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ તથા સ્થિર તબિયત ધરાવનારા તમામ દર્દીઓને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાની પાલિકાએ હૉસ્પિટલને અનુરોધ કર્યો હતો. નોન-કોવિડ દર્દીઓને જેમને વધુ સારવારની જરૂરિયાત હોય તે લોકોને પણ ૪૮ કલાકમાં અન્ય હૉસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો.
વૈકલ્પિક સર્જરી માટે દાખલ કરવામાં આવેલા તમામ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવે અથવા તો સર્જરી કરાવવાનું પણ મુલતવી રાખવામાં આવે. ગયા વર્ષે કોરોનાને કારણે કોવિડ-૧૯ દર્દી તથા ગંભીર દર્દીઓની પણ સારવાર કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે, જેમાં કુલ કેસની સંખ્યા વધીને ૫.૪૪ લાખને પાર કરી છે.
Recent Comments