ડો. હરેશ વાળા – ડો. સતાણી સાહેબ તથા ડો. પ્રદીપ બારૈયા નું સતત મળી રહેતુ માર્ગદર્શન
કોરોના નો બીજો તબકકો સમગ્ર દેશ ને ઘમરોળી રહયો છે. ગુજરાત રાજયમાં અને અમરેલીમાં કોરોના સંક્રમિતો ની સંખ્યા અને મૃત્યુ આંક કઠણ કાળજા ના કોઈ પણ માનવી ને કંપારી છોડાવી દે છે, ત્યારે અમરેલી સિવિલ રણ માં મીઠી વીરડી સમાન દરેક વર્ગના લોકો માટે આ પરિસ્થિતિ માં આર્શિવાદરૂપ બની રહેલ છે.
સ્પર્શ થી સંક્રમણ ફેલાવતા આ રોગ માં ડો. કેવલ આદરેજા – ડો. સાજન ગોસ્વામી – ડો. મિતલબેન પટેલ – ડો. ચંદ્રાવલીબેન પંડયા તથા ડો. યાદવ જે રીતે દર્દી નારાયણો ની આત્મીયતા થી અને નિકટતા થી સેવા–શ્રુસુષા કરી રહયા છે તે જોતા એવું લાગી રહયું છે કે તેઓ ઈશ્વર પાસે થી અમરતા નું વરદાન પ્રાપ્ત કરી આવ્યા છે. દર્દીના શ્વાસ નો પણ ધકકો અનુભવાય તેટલા નજીક થી – લાગણી થી દર્દી ને તપાસી સાજા કરતા આ દેવદુતો દર્દીનારાયણ તથા તેમના સગા વ્હાલાઓ ના અંતર ના લાખો આર્શિવાદ અને કરોડો દુવાઓ મેળવી રહેલ છે.
ડો. હરેશ વાળા – ડો. સતાણી સાહેબ તથા ડો. પ્રદીપ બારૈયા સતત અવિરત આ ડોકટરો ની ટીમ ના સંપર્ક માં રહી જોઈતું માર્ગદર્શન અને સગવડતા પુરી પાડવામાં ખડે પગે ઉભા હોય છે ત્યારે અમરેલી ટુંક સમય માં ચોકકસ કોરોના ને મ્હાત આપી કોરોનામુકત બનશે તેવી આશા દરેક અમરેલીવાસી ઓ સેવી રહયા છે.
જીવન અને મૃત્યુ કુદરત ને આધિન છે – કહેવત છે પરંતુ ડો. કેવલ આદરેજા – ડો. સાજન ગોસ્વામી –ડો. મિતલબેન પટેલ – ડો. ચંદ્રાવલીબેન પંડયા તથા ડો. યાદવ ની સેવા જોતા એવું તો કહી જ શકાય કે ડોકટર – દર્દી ને અકાળે મૃત્યુ પામતા ચોકકસ થી બચાવે છે
Recent Comments