દેશમાં ફરી કોરોનાના કેસ વધતા જાેવા મળી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૯૪૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઝારખંડ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મણિપુર અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં કોરોનાના કેસ વધતા નજરે પડી રહ્યા છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ઠમ્મ્ વેરિયન્ટના ૧૮ કેસ પણ મળ્યા છે. તેને જાેતા અહીં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ઓમિક્રોનના સબ-વેરિયન્ટ મ્હ્લ.૭ અને મ્છ.૫.૧.૭ની પણ ભારતમાં એન્ટ્રી થઇ છે જે અંગે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટ્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી. દિલ્હી એઇમ્સના પૂર્વ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ઝડપથી ફેલાઇ રહેલા ઓમિક્રોનના સબ-વેરિયન્ટ વિરૂદ્ધ ચેતવણી આપી છે. દિલ્હી એઇમ્સના પૂર્વ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ‘નવા વેરિયન્ટની પ્રકૃતિ મ્યૂટેટ થનારી છે. કોરોનાના આ ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટને ફેલાતા રોકવા માટે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
જાેકે, પહેલા કોઈ વેક્સિન નહતી પરંતુ હવે વધુ પડતા લોકો વેક્સિનેશન થઇ ચૂક્યા હતા એટલા માટે લોકોએ વાયરસ સામે ઇમ્યૂનિટી પેદા કરી લીધી છે. એઇમ્સના પૂર્વ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ વધુમાં કહ્યું કે, તમામ લોકોએ આ વાયરસથી બચવા માટે માસ્ક લગાવવું જ જાેઈએ. તેનાથી વૃદ્ધો અને કોઇ બીમારી લોકોમાં આ વાયરસ ફેલાતો અટકી જશે. જાે તમે બહાર જઇ રહ્યા છો અને ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં તો માસ્ક જરૂરથી પહેરો. જે લોકોને કોઇ બીમારીનો ખતરો છે તો તેમણે વૃદ્ધ લોકોને બહાર જતા બચાવવા જાેઇએ કારણ કે ભીડભાડવાળી જગ્યાઓ પર સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોય છે. જાેકે હોસ્પિટલ અને આઈસીયૂમાં દાખલ થવાની સંભાવના ઓછી છે.
દેશમાં વધી રહેલા કોરોનાના કેસોને જાેતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ મંગળવારે એક સમીક્ષા બેઠક કરી. બેઠકમાં ર્નિણય લેવાયો કે આખા ભારતમાં માસ્ક અને કોવિડ ગાઇડલાઇનને ફોલો કરાવવામાં આવે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ અધિકારીઓને દેખરેખ અને રાણનીતિ બનાવવાની અસરકારક રીતોને ફોલો કરાવવા અને નવા વેરિયન્ટની જલ્દી માહિતી મેળવા માટે જીનોમ સિક્વેન્સિંગને મજબૂત કરવાનો ઓર્ડર આપ્યો. મંગળવારે જ ભારતમાં કોવિડ-૧૯ના મ્ઊ.૧ વેરિયન્ટનો પહેલો કેસ મહારાષ્ટ્રમાં મળ્યો. આ ઓમિક્રોનના સબ-વેરિયન્ટમાંથી એક છે જે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર માટે જવાબદાર માનવામાં આવતો હતો. આ ઘણો ઝડપથી ફેલાઇ છે. મહારાષ્ટ્રમાં ભારતનો ઠમ્મ્ વેરિયન્ટનો પણ પહેલો કેસ દાખલ થયો છે.
Recent Comments