ગુજરાત

કોરોનાની ઐસી કિ તૈસી, વડોદરા સંગીતસંધ્યામાં ૪૦૦ લોકોની વચ્ચે કજરા રે… પર ઠુમકા

કોરોના કહેર વચ્ચે વડોદરાના પાદરા નગરમાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ ઠૂમકા લગાવ્યા હતા. લગ્ન નિમિત્તેની પાર્ટીમાં ૪૦૦ ઉપરાંત લોકો જાેડાયા હતા. અને કજરા..રે…કજરા…રે..ગીત ઉપર અભેનેત્રી મમતા સોની ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યા હતા. પાદરા પોલીસે કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલી માહિતી પ્રમાણે પાદરા ટાવર રોડ પર રહેતા ફારૂકભાઇ કાલુભાઈ મેમણની દીકરીના લગ્ન હતા. દીકરીના લગ્ન નિમિત્તે પાદરા ડભાસા રોડ ઉપર આવેલ રંગ ફાર્મ હાઉસમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં ૪૦૦ ઉપરાંત લોકો જાેડાયા હતા. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ કજરા…રે.. કજરા…રે.. ગીત ઉપર ઠૂમકા લગાવ્યા હતા. અભિનેત્રીના ઠૂમકા જાેઈ લગ્ન નિમિત્તેની પાર્ટીમાં જાેડાયેલા કેટલાક લોકોએ અભિનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. તો કેટલાક લોકો કજરા..રે.. ગીત ઉપર મન મૂકીને નાચ્યા હતા.

ફાર્મ હાઉસમાં ભવ્ય સ્ટેજ બાધી આયોજીત લગ્ન નિમિત્તેની આ મ્યુઝિકલ પાર્ટીમાં જાેડાયેલા અનેક લોકો માસ્ક વગર ના હતા. તેમજ સોશિયલ ડિસ્ટન પણ જાળવ્યું ન હતું અને અભિનેત્રીના વિવિધ ગીતો ઉપરના ડાન્સ સાથે આનંદ લૂંટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાળો કેર વર્તાવી રહેલા કોરોનાને પગલે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે સાથે લગ્ન પ્રસંગ સહિત શુભ-અશુભ પ્રસંગો ઉપર પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે પાદરાના રહેવાસી ફારુક મેમણે પોતાની દિકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસ રાખીને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરતા ચકચાર મચી ગઇ હતી.

Related Posts