કોરોનાની ત્રીજી લહેર પહેલા સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ૩૦૦ બેડના ખાસ વોર્ડ તૈયાર કરાયા
કોરોના વાયરસની ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્ય સરકાર તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે અમદાવાદના અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ૩૦૦ બેડના અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વોર્ડમાં બાળકોને ગમે તે માટે ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે તૈયાર કરાયેલા કોરોના વોર્ડમાં દરેક ચિત્રમાં વિભિન્નતા જાેવા મળે છે. દરેક ચિત્ર બાળકને ગમે એવું અને જાણીતા કાર્ટૂન બનાવાયા છે. આ કોઈ સ્કૂલ માટે નહીં પરંતુ બાળકોના પીડિયાટ્રિક વોર્ડમાં બનાવવામાં આવેલ ચિત્રો છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે. તેની તકેદારીના ભાગરૂપે આ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલ અસારવા હોસ્પિટલમાં ૩૦૦ બેડને આ રીતે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. જેમાં મેડિકલ સાધનો, દવાઓ ઓક્સિજીન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને અહીં સારું વાતાવરણ મળી રહે તે માટે આ વ્યવસ્થ કરવામાં આવી છે.
બાળકોમાં ઇમ્યુનિટી ઓછી હોવાથી ત્રીજી લહેરમા બાળકો સંક્રમિત થઈ શકે છે. આવા સમયે બાળકો ઝડપથી રિકવર થાય તે માટેની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવમાં આવી છે. ૧૫૦ ડોક્ટરોની ટીમને આ માટે ખાસ ટ્રેનિંગ પણ આપવમાં આવી છે.
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અત્યારથી જ તૈયારીમાં લાગી ગયું છે. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતાને લઈ બાળકો માટેના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલ કેમ્પસમાં ચાલતી ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં બાળકો માટેના ૩૦૦ બેડ વધારવામાં આવ્યા છે. જેમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોકટર્સ, નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવાયું છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ જે. પી. મોદી જણાવે છે કે પ્રતિરોજના ૫૦થી ૬૦ મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. ૩૦૦ બેડની કેપેસિટીના નોમ્સ પ્રમાણે તમામ સ્ટાફને ટ્રેનિગ અપાશે. સિવિલ હોસ્પિટલમાં દ્ગૈંઝ્રેં અને ઁૈંઝ્રેં ના ૪૫-૪૫ વેન્ટિલેટરથી બેડ તૈયાર કરાયા રાખવામાં આવ્યા છે.
Recent Comments