fbpx
ગુજરાત

કોરોનાની ત્રીજી લહેર માટે રૂપાણી સરકારે એક્શન પ્લાન જાહેર કર્યો

કોરોના મહામારીએ આખા વિશ્વને ઘમરોળ્યું સાથે જ દેશ અને ગુજરાતમાં પણ આ વાયરસે ભયાનક તાંડવ મચાવ્યું હતું. કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન તો ગુજરાતની સ્થિતિ ખુબ જ વણસી હતી. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોના ટપોટપ મોત થયા હતા અને શહેરોના સ્મશાનોમાં તો અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી હતી. આ દ્રશ્યો જાેઇ લોકો સરકારી અધિકારીઓ પર રોષે પણ ભરાયા હતા પરંતુ હવે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે અને કોરોના વાયરસની સંભવિત લહેરને લઇ રાજ્ય સરકારે એક્શન પ્લાન બનાવી લીધો છે.

આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની સંભવિત ત્રીજી વેવને લઇ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે, સરકારે કોરોનાની ત્રીજી વેવને લઇ એક્શન પ્લાન બનાવ્યો છે. સાથે જ ‘ટેસ્ટિંગ, ઓક્સિજન અને હોસ્પિટલની વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુપજરાતમાં રોજના ૨૫,૦૦૦ કેસ આવે તો તેને પહોંચી વળવા માટે પણ સરકારે તૈયારીઓ કરી લીધી છે. રાજ્યમાં ૨,૫૦,૦૦૦ એક્ટીવ કેસ હોય ત્યાં સુધીની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. રાજ્ય સરકાર કોરોનાની સંભવિત લહેરને પહોંચી વળવા માટે ૧,૧૦,૧૦૦ ઓક્સિજન બેડ, ૩૦,૦૦૦ ૈંઝ્રેં બેડ અને ૧૫,૦૦૦ વેન્ટિલેટર બેડ તૈયાર રાખાશે. સાથે જ બાળકને ધ્યાને રાખી ૪૦૦૦ પીડિયાટ્રિક પણ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.

બાળકો માટે ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે. સાથે જ કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દોઢથી બે ગણા સ્ટાફની જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી પણ રાજ્ય કરશે. આ માટે રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે.

કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન એમ્બ્યુલન્સને લઇ લોકોને પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખી સંભવિત ત્રીજી લહેર માટે દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે અને લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરાશે. સાથે જ દરેક જિલ્લાની હોસ્પિટલમાં ઝ્ર્‌ સ્કેનની વ્યવસ્થા કરાશે.
ઓક્સિજનની જરૂરિયાત માટે નવા પ્લાન્ટ બનાવવાનું શરુ કરી દેવામા આવ્યું છે. ઓક્સિજનની અછત ન રહે તે માટે બે વેવના અનુભવને આધારે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નવી એમ્બ્યુલન્સ ખરીદવાની જવાબદારી ૧૦૮ ને સોંપી દેવામાં આવી છે. દર્દીઓના સગાઓ ઓનલાઈન જાેઈ શકશે કે પથારી ક્યાં ખાલી છે. દરેક દર્દીને ઘરની નજીકમાં જ પથારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાશે.

Follow Me:

Related Posts