અમરેલી

કોરોનાની થપાટ માંથી બેઠા થતા અમરેલી જિલ્લાને તબાહ કરતુ વાવાઝોડુ, તાબડતોબ સર્વે અને સહાય ની માગણી,મુખ્ય મંત્રી રૂપાણી સમક્ષ વેકરીયા, કાછડીયા, કાકડીયા, મોવલીયાની રજુઆત

દરેક ગામનાં રહેંણાક અને ખેત નૂકશાનીના તારણ સાથે ત્વરીત સહાય–કાર્યવાહીની વિનંતી. મત્સ્યોદ્યોગ અને ઔદ્યોગીક એકમોને થયેલ નૂકશાની અંગે સવેળા મદદ કરવા માંગ, બાગાયતી પાકોની નૂકશાની,પશુધનની જાનહાનીનો તાગ મેળવવા–સહાય જાહેર કરવા માંગ. શહેર – ગ્રામ્ય વિસ્તારનું મોબાઈલ નેટવર્ક ઝડપથી પ્રસ્થાપીત કરવા વિશેષ રજુઆત.


કોરોના મહામારીનો સવિશેષ ભોગ બનેલ અમરેલીજિલ્લાને વાવાઝોડાની થપાટ એ વધુ એક આફતમા ગરકાવ કરી દીધેલ હોઈ જેમાંથી બહાર આવવા ઝડપી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી ની માંગ વાવાઝોડાએ સર્જેલી તારાજી નિહાળવા અમરેલીના પ્રવાસે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય
જે.વી.કાકડીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રેખાબેન જે.મોવલીયા એ કરી છે.


મુખ્યમંત્રી સમક્ષ વિસ્તાર પૂર્વક કરેલ રજુઆતમાં સંઘાણી, કાછડીયા અને વેકરીયાએ જિલ્લાના દરેક ગામના રહેણાંક અને ખેતિ જમીન નૂકશાનીનો સર્વે કરવા, જમીન ધોવાણ અને ઉનાળુ પાકોની નૂકશાનીનો સર્વે કરવા, ગામડાઓમા પીવાના પાણી વ્યવસ્થાઓ થવા, મોબાઈલ નેટવર્ક પ્રસ્થાપીત કરવા, ગ્રામ્ય રસ્તાઓ અને વિજ પુરવઠો કાર્યરત કરવા સહિતની બાબતોને આવરી લેવા સાથે આ અંગેની સહાય – સગવડ સત્વરે ઉપલબ્ધ કરવાની માગણી મુખ્યમંત્રી સમક્ષ રજુ કરી છે.

Related Posts