ગુજરાત

કોરોનાની બીજી લહેરમાંથી બહાર નિકળનાર ગુજરાત પહેલું રાજ્ય હશેઃ વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાવાયરસની બીજી લહેરમાંથી બહાર નિકળનાર ગુજરાત પહેલું રાજ્ય હશે. તેમણે કહ્યું કે કોરોનાવાયરસ મહામારીને કંટ્રોલમાં લેવા માટે યોગ્ય દિશામાં યોગ્ય પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા વડોદરા જિલ્લાને ચાર ઑક્સિજન પ્લાન્ટ સમર્પિત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં કોરોના દર્દીઓનો ડિસ્ચાર્જ રેટ વધવા લાગ્યો છે અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે. “અમે એક એવી વ્યવસ્થા ઉભી કરી છે કે કોઈપણ દર્દીઓ ઑક્સિજનના કારણે પોતાનો જીવ ગુમાવવો નહિ પડે.” વધુમાં તેમણે કહ્યું કે, “અમે હોસ્પિટલ્સને અવિરત ઑક્સિજન સપ્લાઈ કરી રહ્યા છે.”

આ ઉપરાંત વિજય રૂપાણીએ સાણંદ તાલુકાના ચેખલા ગામમાં ‘મારું ગામ, કોરોના મૂક્ત ગામ’ કેમ્પેન અંતર્ગત બનાવવામાં આવેલ કોમ્યૂનિટી કોવિડ કેર સેન્ટરની પણ મુલાકાત લીધી. ગ્રામજનો સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું કે, બીજી લહેર ખુબ તીવ્ર છે, ઝડપી ફેલાઈ રહી છે અને જીવલેણ છે. તે ઘણીવાર આખા પરિવારને અસર કરે છે. ત્યારે આપણે બધાએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. મીડિયા સાથે વાત કરતાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં દરરોજ ૧.૪૦ લાખ ટેસ્ટિંગ થઈ રહ્યાં છે.

Related Posts