fbpx
રાષ્ટ્રીય

કોરોનાની બીજી લહેરમાં ૫૯૪ ડોક્ટરના મોત નિપજ્યા

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અનુસાર, કોરોનાની બીજી લહેરમાં ૫૯૪ ડૉક્ટરના મોત થયા છે. સૌથી વધુ મોત દિલ્હીમાં થયા છે જ્યા ૧૦૭ ડૉક્ટરોનો જીવ ગયો છે. બિહારમાં ૯૬, ઉત્તર પ્રદેશમાં ૬૭, રાજસ્થાનમાં ૪૩ ડોક્ટરના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં ૩૧ ડૉક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આઇએમએના સ્ટેટ વાઇઝ આંકડા જણાવે છે કે કોવિડ-૧૯ની બીજી લહેરમાં મૃતકોમાં વધુ દિલ્હી, બિહાર અથવા ઉત્તર પ્રદેશના ડૉક્ટર હતા. બીજી લહેરમાં મરનારા ડૉક્ટરોમાં આ ત્રણેય રાજ્યોની ભાગીદારી ૪૫ ટકા છે. આઇએમએના આંકડાના હિસાબથી ગત વર્ષે મહામારી શરૂ થયા બાદથી કોવિડ-૧૯થી લડતા લગભગ ૧,૩૦૦ ડૉક્ટરના મોત થયા છે.

જેમાં સૌથી વધુ ડૉક્ટરોના મોત દિલ્હીમાં થયા છે. દિલ્હી બાદ બિહારમાં ૯૬ ડૉક્ટરોની મોત સાથે બિહાર બીજા નંબર પર છે અને ત્રીજા સ્થાન પર ઉત્તર પ્રદેશ છે. યુપીમાં બીજી લહેરની શરૂઆતથી અત્યાર સુધી ૬૭ ડૉક્ટરના મોત થઇ ચુક્યા છે.
આંધ્ર પ્રદેશમાં ૩૨, ગુજરાતમાં ૩૧ ડૉક્ટર, ઝારખંડમાં ૩૯, મહારાષ્ટ્રમાં ૧૭, ઓરિસ્સામાં ૨૨, તેલંગાણામાં ૨૨, પશ્ચિમ બંગાળમાં ૨૫, આસામમાં ૮, જમ્મુ કાશ્મીરમાં ૩ ડૉક્ટરના મોત થયા છે. બીજી તરફ દેશમાં કોરોનાના કેસ ઘટતા જઇ રહ્યા છે. ૨૮ એપ્રિલથી ૪ મે વચ્ચે દેશમાં ૫૩૧ એવા જિલ્લા હતા જ્યા દરરોજ ૧૦૦થી વધુ કેસ દર્જ કરવામાં આવી રહ્યા છે. આવા જિલ્લા હવે ૨૯૫ રહી ગયા છે. સંક્રમણની ધીમી પડતી ઝડપ બાદ કેટલાક રાજ્યોએ પ્રતિબંધમા છૂટ આપવાનું શરૂ કર્યુ છે.

Follow Me:

Related Posts