ગુજરાત

કોરોનાની બીજી લહેર પછી અમદાવાદની ૭૦% વસ્તીમાં એન્ટીબોડી વિકસિત થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મે મહિનાના અંતિમ સપ્તાહમાં તેમજ જૂનની શરુઆતમાં કરવામાં આવેલા એક પાંચમા સર્વેમાં જાણવા મળ્યું છે કે, કોરોનાની ઘાતક બીજી લહેર પછી અમદાવાદમાં લગભગ ૭૦ ટકા વસતીમાં જીછઇજી-ર્ઝ્રફ૨ એન્ટીબોડી વિકસિત થઈ ગઈ છે. એએમસી દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં ૧૫,૦૦૦થી વધારે અમદાવાદીઓએ ભાગ લીધો હતો.

ફેબ્રુઆરી, ૨૦૨૧માં કરવામાં આવેલા ચોથા સીરો-સર્વેમાં જાણવા મળ્યુ હતું કે શહેરના માત્ર ૨૮ ટકા લોકોની કોરોના વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત થઈ છે.

જ્યારે જૂન, ૨૦૨૦માં પહેલો સીરો-સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે જાણવા મળ્યુ હતું કે માત્ર ૧૮ ટકા લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ છે. ઉલ્લેખનીય છે કે ૨૫મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ અમદાવાદ શહેરમાં કેસની સંખ્યા વધીને ૫૭૯૦ થઈ ગઈ હતી, જે પાછલા વર્ષે દિવાળી પછી નવેમ્બર ડિસેમ્બરમાં આવેલી લહેરની સરખામણીમાં ૧૬ ગણી વધારે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, એન્ટીબોડી વધારે પ્રમાણમાં વિકસિત થઈ છે તેનો અર્થ છે કે ડેલ્ટા વેરિયન્ટ મ્.૬૧૭.૨ના સંક્રમણનું જાેખમ વધારે છે અને અમદાવાદમાં મોટા ભાગના કેસમાં આ વેરિયન્ટ જાેવા મળ્યો હતો. સિનિયર સ્ટેટ હેલ્થ ઓફિસર જણાવે છે કે, એએમસી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેના પ્રાથમિક પરિણામોમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની ૭૦ ટકા થી વધારે વસતીમાં વાઈરસ વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત થઈ ગઈ છે. એએમસીના સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાંતો દ્વારા આ ડેટાનું વધારે ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે.

Related Posts