fbpx
ગુજરાત

કોરોનાની લડાઈમાં અમે સાથે છીએ, મારી બંને કોલેજાે હું દર્દીઓ માટે આપુ છું શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં કોરોનાના કારણે સ્થિતિ કફોળી બની છે. રાજ્યમાં દિવસેને દિવસે પરિસ્થિતી વિકટ બનતી જાય છે. ત્યારે આ સમયે સ્વાસ્થ્ય કર્મીઓની સાથે સાથે અન્ય કેટલાય લોકો પણ મદદ માટે હાથ લાંબો કરી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને એક પત્ર લખ્યો છે.

તેમણે આ પત્રમાં લખ્યું,‘કોરોનાની આ લડાઈમાં આપણે સૌ સાથે છીએ. એક નાગરિક તરીકે હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી બંને કોલેજાેને હોસ્પિટલ કે, કોરન્ટાઈન સેન્ટરમાં ફેરવવા માટે સોંપુ છું.’

ગાંધીનગર શહેર અને જિલ્લામાં પાન-મસાલાના ગલ્લા અને દુકાનો બંધ રાખવામાંનો અમલ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર શહેરમાં મોટાભાગના પાન ગલ્લા બંધ જાેવા મળ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં હજુ કોઈને કોઈ જગ્યાએ ચાલુ હોવાની વાત સામે આવી છે. સોમવારે કલેકટરે જાહેરનામું બહાર પાડીને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં પાનના ગલ્લા બંધ રાખવા આદેશ કર્યો હતો.

અમદાવાદમાં કોરોના કેસ બેકાબૂ બન્યા છે. ત્યારે અમદાવાદના જીએમડીસી કેન્વેન્શન્‌ હોલને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવાની વિચારણા થઈ રહી છે. ૯૦૦ બેડની હોસ્પિટલ ય્સ્ડ્ઢઝ્ર કન્વેનશન હોલમાં બનાવવાની રાજ્ય સરકારની વિચારણા છે અને હોલમાં પ્રારંભિક તૈયારીના ભાગ રૂપે ત્રણ જેટલા બેડ મુકવામાં આવ્યા.

Follow Me:

Related Posts