fbpx
અમરેલી

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને ચમારડી પીએચસી ખાતે એર કોન્સન્ટ્રેટરો સાથેના બેડ ઉભા કરી ટ્રાયલ રન કરાયું

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાબરા તાલુકાના ચમારડી ખાતે મોડલ પીએચસી બનાવી જિલ્લાની અન્ય પીએચસીને અનુસરવા આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા અને ડીડીઓશ્રી દિનેશ ગુરવએ ચમારડી પીએચસીની મુલાકાત લઈ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું.

ચમારડી ખાતે ઉપલબ્ધ તમામ બેડમાં એર કોન્સન્ટ્રેટરો લગાવી લાંબા સમય સુધી ચાલુ રાખી વીજળીનો કેટલો વપરાશ થયો છે અને પાવર બેકઅપની જરૂર છે કે કેમ તેવી ચકાસણી કરવામાં આવી હતી. ચમારડી ખાતે મોડલ પીએચસી બનાવી અન્ય પીએચસીને પણ સમાન વ્યવસ્થાઓ ઉભી કરવા વહીવટી તંત્ર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે

Follow Me:

Related Posts