કોરોનાનું ભયાનક રૂપઃ ૨૪ કલાકમાં ૩૨ વર્ષીય મહિલાના ફેફસા થઈ ગયા ખરાબ
કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં કહેર મચાવ્યો છે. દરમિયાન રાજસ્થાનના કોટા શહેરમાં એક એવો ભયાનક મામલો સામે આવ્યો છે, જેના વિશે સાંભળી તમે પણ ચોંકી જશો. અહીં ૨૪ કલાકમાં જ ૩૨ વર્ષીય એક મહિલાના બંને ફેફસા ખરાબ થઈ ગયા. તેની તસવીરો પણ સામે આવી છે. આ મામલો રાજસ્થાનના કોટા શહેરનો છે, અહીં એક ૩૨ વર્ષીય મહિલાએ ૯ તારીખે એક્સ-રે રિપોર્ટ કરાવ્યો હતો, ત્યારે તે એકદમ સ્વસ્થ હતી. એટલું જ નહીં ૧૨ તારીખ સુધી પણ તે મહિલા સ્વસ્થ હતી. બીપી, ઓક્સિજન લેવલ, એક્સ-રે બધુ જ બરાબર હતું. ત્યારબાદ ૧૨ તારીખની રાત્રે તે મહિલાને અચાનક ગભરામણનો અનુભવ થયો.
તે મહિલા ૧૩ તારીખે ઊભી પણ થઈ શકતી નહોતી, એટલું જ નહીં તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આથી, તેઓ ડૉક્ટર પાસે ગયા અને ચેક કરાવ્યું તો જાણવા મળ્યું કે, તેનું ઓક્સિજન લેવલ ૯૪ હતું. ૧૩ તારીખે સિટી સ્કેન કરાવ્યું તો તેમાં તેના બંને લંગ્સ (ફેફસા)માં ૮૦ ટકા સુધી ઈન્ફેક્શન ફેલાઈ ચુક્યુ હતું. આ જાેઈને કોટાના શ્વસન રોગ વિશેષજ્ઞ ડૉક્ટર કે. કે. ડંગ પણ આશ્ચર્યમાં પડી ગયા કે, માત્ર ૨૪ કલાકમાં લંગ્સ આટલા બધા ખરાબ કઈ રીતે થઈ શકે. તેમણે ઈન્દોરના વિશેષજ્ઞ ડૉક્ટર્સ સાથે ચર્ચા કરી તો તેમણે જણાવ્યું કે, આ નવો સ્ટ્રેન છે જેના કારણે આવુ થયું છે.
ડૉક્ટર્સનું કહેવુ છે કે, આ નવો સ્ટ્રેન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તે યુવાનોમાં પણ ખૂબ જ ઝડપથી લંગ્સમાં ઈન્ફેક્શન ફેલાવી રહ્યો છે. આપણે આ કેસ પરથી બોધપાઠ લેવો જાેઈએ અને લક્ષણો દેખાતા જ તેની તપાસ કરાવવી જાેઈએ, કારણ કે કોરોના હવે સમય નથી આપી રહ્યો. બીપી, ઓક્સિજન લેવલ, એક્સ-રે બધુ જ બરાબર હોવા છતા આ રીતે એકદમ લંગ્સ ઈન્ફેક્શન થઈ શકે છે.
જણાવી દઈએ કે, કોરોનાના દર્દીઓમાં કેટલાક નવા અને એકદમ અનોખા લક્ષણો દેખાઈ રહ્યા છે. તમામ એજ ગ્રુપના લોકો પર આ હાઈલી ઈન્ફેક્શિયસ વાયરસનું સમાન જાેખમ છે. વાયરસનો આ નવો સ્ટ્રેન પોતાની સાથે વિવિધ પ્રકારના લક્ષણો લઈને આવ્યો છે. પહેલા લોકોને તાવ, ખાંસી, શરદી, નાકમાંથી પાણી પડવું, શ્વાસ લેવામાં તકલીફ, શરીરનો દુઃખાવો, લોસ ઓફ ટેસ્ટ એન્ડ સ્મેલ સાથે સંકળાયેલી સમસ્યા હતી. પરંતુ આ વખતે કેટલાક નવા લક્ષણો સામે આવ્યા છે.
Recent Comments