દહીંહાંડીનો ઉત્સવ ઉજવવાથી મોટા પ્રમાણમાં કોરોનાનો ફેલાવો થઈ શકે છે. એવું ટાસ્ક ફોર્સે કહ્યું હતું. સમન્વય સમિતિએ સુચવ્યું કે તહેવારની વૈશ્વિક સ્તરે ટકાવા જાેઈએ. ગણેશોત્સવ પ્રમાણે નિયમમુજબ ઉજવીશું એવી માગણી સમિતિએ કરી હતી. પણ બેઠકમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય મંત્રીએ પરવાનગી આપી શકતા નથી, એમ સમન્વય સમિતિના સભ્યોને સમજાવીને કહ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત રાજ્યભરમાં દહીંહાંડી (મટકી) યોજવાની પરવાનગી નકારી છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના ગોવિંદાની ટુકડીના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોનાના કારમે મુંબઈ અને થાણે સહિત રાજ્યભરમાં દહીંહાંડીની ટીમોએ ગયા વર્ષે આ તહેવારની ઉજવણી કરી નહોતી. આ વર્ષે નાના પ્રમાણમાં આ ઉત્સવ ઉજજવાની પરવાનગી આપો એવી માગણી કરી હતી. એટલું જ નહીં સર્વ ગોવિંદાઓએ રસીના બે ડોઝ પૂર્ણ કરશે અને સુરક્ષિત દહીંહાંડી ઉત્સવની જવાબદારી અમારી હશે એમ બેઠકમાં સમન્વય સમિતિને સરકારે જણાવ્યું હતું. જાે એકવાર મંજૂરી આપવામાં આવે અને કોરોનાનો પ્રભાવ વધે તો તહેવાર અને સંસ્કૃતિને નુકસાન થશે. મુખ્ય મંત્રીએ કહ્યું કે આ વેળા દહીહાંડીની તમારી ઇચ્છા હશે તો પણ અમે પરવાનગી આપી શકતા નથી. અમે ગોવિંદાની ટુકડી પર નજર કેવી રીતે રાખી શકીશું. મુખ્ય મંત્રીએ સિસ્ટમ પરના તણાવને ધ્યાનમાં રાખીને સકારાત્મક અપીલ કરી હતી. કોઈ પરવાનગી ન હોવાથી અમે દહીહાંડીનું આયોજન ન કરવા માટેનું વલણ લઈશું એવું સમન્વય સમિતિએ જણાવ્યું હતું. દહીંહાંડી સમન્વય સમિતિના પદાધિકારી સાથે આજે બેઠક સાડાબાર વાગે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી સાથે બેઠક યોજાઈ હતી.
કોરોનાને ધ્યાને લઈ મહારાષ્ટ્ર સરકારે દહીંહાંડી માટે આવેલ અરજીઓને નકારી

Recent Comments