એપીપીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢનાં મેંદરડા તથા ગીર-સોમનાથનાં તાલાલા તાલુકા પીએસસીમાં કામગીરી થઈ રહી છે. આ બંને પ્રોજેક્ટ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી કામ કરે છે. જેમાં બંને ડોઝનું સો ટકા રસીકરણ થાય તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સો ટકા રસીકરણ અભિયાન સાર્થક થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ બંને પ્રોજેક્ટ સંસ્થાનાં એરિયા મેનેજર હસમુખભાઈ પટેલ, લલીતભાઈ કોરડીયાનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યાં છે
આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ગડુ દ્વારા સરકાર સાથે રહી રસીકરણ જાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યાં છે. જેમાં એસબીઆઈનાં અનુદાનથી પ્રતિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢનાં માળિયા, માણાવદર તેમજ દ્વારકાનાં ખંભાળિયા પંથકમાં રસીકરણ જાગૃતિ અંગે કાર્યક્રમ થઈ રહ્યાં છે.
કોરોનાને માત આપવા ૫ તાલુકામાં સરેરાસ ૧૦૦% વેક્સીનેશન માટે આભિયન ની શરૂઆત


















Recent Comments